નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

0
18
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૦.૦૮.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૦૪૦.૫૭ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૬૮.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૦૭૩.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૭.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧.૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૧૮૨.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૨૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૭૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૪૨.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૯૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. ગત સપ્તાહે બીએસઈ દ્વારા ૬૪૭ શેરોની રોજિંદી ભાવ વધઘટ મર્યાદા એટલે કે સર્કિટ લિમિટમાં મોટા ફેરફારો કરતાં અને એમાં અનેક શેરોની ભાવ વધઘટ મર્યાદામાં મોટો વધારો કરવામાં આવતાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, દિગ્ગજો, મહારથીઓએ દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં વન ટાઈમ લોન રિસ્ટ્રકચરીંગ માટે લીલીઝંડી આપતાં ઘણા એકમો, કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા સાથે દેશમાં આર્થિક રિકવરીને વેગ મળવાની અપેક્ષાએ અને દેશભરમાં સારા ચોમાસાની પોઝિટીવ અસરે ફંડોની શેરોમાં લેવાલી તેમજ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. ફાર્મા શેરોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો તેમજ બેન્ક અને નાણાકીય શેરોમાં પણ તેજી જોવા મળી હતી. મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં ૫%નો ઉછાળો જોવા મળ્યો હતો તેમજ ડિવિથઝ લેબમાં ૧૨.૨૨% તેજીની બીજી ઉપલી સર્કિટ જોવા મળી હતી. વૈશ્વિક સંકેતો વિશે વાત કરીએ તો અમેરિકા દ્વારા ચાઈના પરના ટેકનોલોજી અંકુશો વધારવામાં આવતાં અને ચાઈનીઝ લિસ્ટિંગ માટે ડિસ્કલોઝર જરૂરીરીયાતવધુ કડક બનાવાતાં અને અમેરિકાના રોજગારીના આંકડા અપેક્ષાથી સારા રહેવા સામે કોરોના કેસોમાં સતત વધારો થતાં સાવચેતીએ શુક્રવારે અમેરિકી શેરબજારોનો ડાઉ જોન્સ ૪૭ પોઇન્ટ વધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે આજે એશિયન શેરબજારોમાં નબળાઇ જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી અને ઓઇલ । ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૯ અને વધનારની સંખ્યા ૧૭૬૩ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના મહામારી વચ્ચે અર્થતંત્ર ડામાડોળ બન્યું છે, એવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા સાથે ઉદ્યોગોને ફરી ધમધમતાં કરવા અને નાના થી મધ્યમ કદના એકમોને સંખ્યાબંધ રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ હવે ગત સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિ સમીક્ષામાં જેની રાહ જોવાતી હતી, એ વન ટાઈમ લોન રિસ્ટ્રકચરીંગ જાહેર કરીને બજારના સેન્ટીમેન્ટને સતત તેજીનું બનાવી રાખ્યું છે. અલબત આ સાથે ગત સપ્તાહના અંતે બીએસઈ દ્વારા ૬૪૭ સ્ક્રિપોની દૈનિક ભાવ વધઘટ મર્યાદા-સર્કિટ લિમિટમાં મોટા ફેરાફારો કરીને અનેક શેરોની લિમિટમાં વધારો કરતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક લેવાલી નીકળતાં તેજીનો વ્યાપ વધ્યો છે. જેથી આગામી દિવસોમાં પણ હવે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે કોન્સોલિડેશનનો દોર ચાલુ થઈને સાઈડ માર્કેટમાં તેજીનો વ્યાપ વધતો જોવાય એવી શકયતા રહેશે.

તા.૧૧.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૦.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૧૭ પોઈન્ટ થી ૧૧૩૩૩ પોઈન્ટ, ૧૧૩૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૦.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ    @ ૨૧૯૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૧૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૦૦૮ પોઈન્ટ થી ૨૨૧૨૦ પોઈન્ટ, ૨૨૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

એપોલો હોસ્પિટલ ( ૧૭૭૬ ) :- હેલ્થકેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૫૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

HDFC બેન્ક ( ૧૦૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૦૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૬ થી રૂ.૧૦૭૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

હેવેલ્સ ઈન્ડિયા ( ૬૧૪ ) :- રૂ.૬૦૩ નો પ્રથમ તેમજ રૂ.૫૮૮ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૧૨ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૨૭ થી રૂ.૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એક્સિસ બેન્ક ( ૪૩૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૨૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૭ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

HDFC લિ. ( ૧૮૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૮૨૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૮ થી રૂ.૧૭૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ટાઈટન લિ. ( ૧૦૯૭ ) :- રૂ.૧૧૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઇન્ફોસિસ લિ. ( ૯૫૬ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૪૦ થી રૂ.૯૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

HCLટેકનોલોજી ( ૬૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૭૬ ) :- રૂ.૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here