નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

0
18
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં આર્થિક રિકવરી મુશ્કેલ બની રહી હોઈ અને કોરોનાના યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે સ્થાનિક સ્તરે ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ(S&P) એ ભારતનું ‘BBB-/A-3’  રેટિંગ સ્થિર આઉટલૂક સાથે જાળવી અને કોરોનાકાળ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં જડપી રિકવરીની ધારણાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.         સકારાત્મક વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના પરિણામે દેશ-દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું હોઈ વેપાર-ઉદ્યોગોને ફરી બેઠાં કરવા અને બેરોજગારીની વધતી સમસ્યાને અટકાવવા આર્થિક રાહતો અનિવાર્ય બની ગઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર આગામી કેટલાક સપ્તાહોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે પાવર, બેન્કેક્સ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સીડીજીએસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૮ અને વધનારની સંખ્યા ૧૯૨૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશ અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, સરકારે રાજયો અને કેન્દ્ર સરકારે આવકની ખોટ પૂરવા દેવું કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ વેપાર-ઉદ્યોગોની કફોડી હાલતે દેશમાં વધતી બેરોજગારીને લઈ ચિંતિંત છે, ત્યારે નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ આગામી સપ્તાહમાં રાહતો-પ્રોત્સાહનો જાહેર થવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક મોરચે ભારત માટે આ વર્ષ શૂન્ય વૃદ્વિની નીવડવાનો સ્વિકાર કરીને પરિસ્થિતિની ગંભીરતાના સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરકાર પાસે પણ સ્ટીમ્યુલસ આપવા માટે હવે મર્યાદિત અવકાશ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસો કપરાં અને અર્થતંત્ર માટે અત્યંત સ્ફોટક નીવડવાની પૂરી શકયતાને જોતા શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી સલાહભર્યું રહેશે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૫૭૫ પોઈન્ટ, ૨૧૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

HDFC લિ. ( ૧૬૮૯) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

મેક્સ ફાઈનાન્સિયલ ( ૬૨૮ ) :- રૂ.૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ભારતી એરટેલ ( ૪૪૩ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

BPCL ( ૩૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

મુથુત ફાઈનાન્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૧૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

HCL ટેક્નોલોજી ( ૮૩૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

ડાબર ઈન્ડિયા ( ૫૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૯૭ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here