નિફ્ટી ફ્યુચર ૧૦૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી….!!!

0
9
Share
Share

તા.૨૫.૦૬.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૪૮૬૮.૯૮ સામે ૩૪૫૨૫.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૪૪૦૯.૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૧.૮૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪૮૪૨.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૯૫.૬૫ સામે ૧૦૧૯૬.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૦૧૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૨૯૦.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત ગેપ ડાઉન ઓપનીંગે થઈ હતી. વૈશ્વિક બજારોમાં યુરોપના દેશોના બજારોમાં મોટું ધોવાણ થવા સાથે ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસો વધીને રેકોર્ડ નવી ઊંચાઈએ પહોંચતાં વધી રહેલી ચિંતા અને એના પરિણામે ફરી આર્થિક પ્રવૃતિ રૂંધાવાના અને અર્થતંત્રમાં મોટી પીછેહઠના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં કોરોના વાઈરસના બીજા તબક્કાએ ફરી વૈશ્વિક ફફડાટ વધતા અને આજે ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંત સાથે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં આજે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ અને દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિત કેસોની સંખ્યાએ રોકાણકારોમાં ચિંતા અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ) દ્વારા વૈશ્વિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડવાના કારણે વૈશ્વિક બજારની સાથે ભારતીય શેરબજાર પર તેની નેગેટિવ અસર જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૯૧ અને વધનારની સંખ્યા ૧૫૧૯ રહી હતી, ૧૧૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના મહામારીના સંકટમાંથી બહાર આવતાં વિશ્વને સમય લાગી જવાના અને એના પરિણામે થઈ રહેલા આર્થિક નુકશાનના અત્યારે વિવિધ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે, કોરોનાના વિશ્વભરમાં હજુ કેસો વધતાં ચાઈનામાં અને અમેરિકામાં પણ કેટલાક સ્ટેટ્સમાં ફરી નવા કેસો આવતાં લોકડાઉનની ફરજ પડયાના અહેવાલોએ શકય છે કે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી જોવા મળી શકે છે. અલબત રિલાયન્સ ફેકટરની સાથે વિશ્વભરમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની અત્યંત આકર્ષક વેલ્યુએશને ભારતીય બજારમાં કંપનીઓ ઉપલબ્ધ હોવાની સાથે સેટબેક ચાઈના સાથે એડવાન્ટેજ ઈન્ડિયાને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાય એવી પણ શકયતા છે. સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરો છેલ્લાં બે વર્ષથી ઊતરતો દેખાવ કરતા હતા અને કોરોના વાઇરસને કારણે તેમાં તીવ્ર કરેક્શન આવ્યું હતું, પરંતુ હાલમાં આકર્ષક વેલ્યુએશન અને ઊંચી લિક્વિડિટીને કારણે સ્મોલ-કેપ શેરોમાં નાણાપ્રવાહ આવી રહ્યો છે, તેથી આ સેગમેન્ટના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી રહી છે. એકંદરે બજારમાં આશાવાદી વલણ છે અને બજાર અર્થતંત્રની હાલની સ્થિતિની અવગણના કરી રહ્યું છે. સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમયગાળો ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે સ્મોલ-કેપ શેરોમાં તેજી આવે તે માટે અર્થતંત્રમાં માળખાગત મજબૂતાઈની જરૂર છે. મારા મતે હાલમાં આવેલી આ તેજી ટૂંકા ગાળાની બની શકે છે.

તા.૨૬.૦૬.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૬.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ ઽ ૧૦૨૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૨૭૨ પોઈન્ટ થી ૧૦૩૦૩ પોઈન્ટ, ૧૦૩૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૬.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  ઽ ૨૧૪૧૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૭૩૭ પોઈન્ટ, ૨૧૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

કોટક બેન્ક ( ૧૩૫૮ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૪ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

અઈઈ લિ. ( ૧૨૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

    ટેક મહિન્દ્રા ( ૫૫૦ ) :- રૂ.૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૫૨૬ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૬ થી રૂ.૫૭૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

    સન ટીવી નેટવર્ક ( ૪૧૭ ) :- બ્રોડકાસ્ટીંગ । કેબલ ટીવી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!!અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બાયોકોન લિ. ( ૪૦૫ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૪ થી રૂ.૪૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

TCS લિ. ( ૨૦૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૦૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૯૦ થી રૂ.૧૯૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

માઈન્ડ ટ્રી લિ. ( ૯૧૦ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

હેવેલ્સ ઈન્ડિયા ( ૫૮૦ ) : ઈલેકટ્રીક એક્વીપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૬૭ થી રૂ.૫૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

   JSW સ્ટીલ ( ૧૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૬ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૧૬૩ ) :- રૂ.૧૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૫૭ થી રૂ.૧૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here