નિફ્ટી ફ્યુચર નવી તેજી માટે ૧૦૪૭૪ પોઇન્ટ મહત્વની સપાટી….!!!

0
14
Share
Share

તા.૨૪.૦૬.૨૦૨૦ ના રોજ…..

BSE  સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE  સેન્સેક્સ આગલા બંધ ૩૫૪૩૦.૪૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૬૭૯.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૪૭૯૪.૯૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૧૧.૬૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૧.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪૮૬૮.૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૪૬૭.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૪૯૯.૩૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૦૨૭૪.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૨૯૮.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારત અને ચાઇના વચ્ચે ટેન્શન હળવું થયાના અને ચાઈના સાથે મીલિસ્ટ્રી સ્તરે વાટાઘાટ પોઝિટીવ રહ્યાના અહેવાલો તેમજ કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે કેન્દ્ર અને રાજય સ્તરે થઈ રહેલા પ્રયાસોએ આર્થિક પ્રવૃતિ વધવા લાગતાં ભારતીય શેરબજારમાં શેરોમાં ફંડોની લેવાલી નીકળતા શરૂઆતી તબક્કામાં ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે પોઝિટીવ ડેવલપમેન્ટ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને યુરોપના દેશો દ્વારા જંગી સ્ટીમ્યુલસ પેકેજો જાહેર કરાયા હોય આ સ્ટીમ્યુલસનો જંગી રોકાણ પ્રવાહ ભારત સહિતના વિકાસશીલ રાષ્ટ્રોના શેરબજારોમાં ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી પરંતુ ઊંચા મથાળે વેચવાલી નીકળતા ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૪% ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં આજે માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં વેચવાલી જોવા મળી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૫ અને વધનારની સંખ્યા ૧૨૬૫ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા સાથે વૈશ્વિક અર્થતંત્ર હજુપણ નબળું હોવા સાથે રોકાણકારો સેફ હેવન તરફ વળી રહ્યા છે. ત્યારે ગોલ્ડમેન સાક્સના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગોલ્ડના વૈશ્વિક ભાવ આગામી  ૩, ૬ તથા ૧૨ મહિનામાં વધીને પ્રતિ ઔંસ ૧૮૦૦ ડોલર, ૧૯૦૦ તથા ૨૦૦૦ ડોલર પહોંચવા ધારણાં મૂકી છે. આજ રીતે ચાંદીના ભાવ પણ પ્રતિ ઔંસ વધીને ૧૯, ૨૧ તથા ૨૨ ડોલર પહોંચવા અંદાજ મુકાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જાન્યુઆરી વર્ષ ૨૦૨૦ સુધી માત્ર લાર્જકેપમાં જ તેજી જોવા મળી, જ્યારે આ સમયગાળા દરમિયાન મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે અઢી વર્ષ બાદ પ્રથમવાર સ્મોલ-કેપ અને મિડ-કેપ બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. માર્ચ મહિનાના તળિયાથી સ્મોલ-કેપ ઇન્ડેક્સ અંદાજીત ૪૦% જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સ અંદાજીત ૩૪%નું રિટર્ન દર્શાવ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીફ્યુચરએ પણ ૧૦,૫૦૦નો સ્તર ફરી પાર કર્યો હતો. આગામી સમયગાળો સ્ટોક સ્પેસિફિક રહેવાની સંભાવના છે. આ સિવાય ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદની ચિંતા હાલ પણ રોકાણકારો વચ્ચે જોવા મળી રહી છે. ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B સહિત અન્ય ફોરેન વિઝા આ વર્ષના અંત સુધી માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં આઈટી શેરોમાં દબાણ જોવા મળશે.

તા.૨૫.૦૬.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૬.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૨૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૩૭૩ પોઈન્ટ થી ૧૦૪૦૪ પોઈન્ટ, ૧૦૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૬.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૩૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૭૪ પોઈન્ટ થી ૨૧૬૦૬ પોઈન્ટ, ૨૧૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

રિલાયન્સ ઇન્ડ. ( ૧૭૩૪ ) :- રીફાઇનરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૭૪ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

અમર રાજા બેટરી ( ૬૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૬૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૬૭ થી રૂ.૬૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

જસ્ટ ડાયલ ( ૩૭૮ ) :- રૂ.૩૬૬ નો પ્રથમ તેમજ રૂ.૩૬૦ ના બીજા સપોર્ટથી પબ્લિશિંગ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૩૯૦ થી રૂ.૩૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ટાટા સ્ટીલ ( ૩૨૪ ) :- સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!!! અંદાજીત રૂ.૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

JSW સ્ટીલ ( ૧૯૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૦૨ થી રૂ.૨૦૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

હીરો મોટોકોર્પ ( ૨૪૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ૨/૩ વ્હીલર્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૬ થી રૂ.૨૪૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ACC લિ. ( ૧૨૬૮ ) :- રૂ.૧૨૯૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

હેવેલ્સ ઈન્ડિયા ( ૫૭૮ ) : ઈલેકટ્રીક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૯૫ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૬૭ થી રૂ.૫૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

મહિન્દ્રા । મહિન્દ્રા ( ૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૨ થી રૂ.૪૯૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ICICI બેન્ક ( ૩૪૯ ) :- રૂ.૩૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૩૭ થી રૂ.૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here