નિફ્ટી ફ્યુચર તેજી સંદર્ભે ૧૧૩૦૩ પોઇન્ટ સ્ટ્રોન્ગ સપોર્ટ ધ્યાને લેશો…!!!

0
11
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૮.૦૮.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૦૫૦.૭૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૦૮૪.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૦૬૨.૦૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૯.૨૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૭.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૫૨૮.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૬૮.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૭૬.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૨૬૧.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૪૦૫.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

દેશમાં ચાલુ વર્ષે ચોમાસું અત્યંત સફળ નીવડી રહ્યું હોઈ અનેક ભાગોમાં સારા વરસાદે કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ અપેક્ષિત હોવા સાથે ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું રહેવાના આશાવાદ અને કોરોના મહામારી સામે વિશ્વના વેક્સિન અને દવાઓ શોધવાના થઈ રહેલા પ્રયાસોમાં મળી રહેલી સફળતાંમાં પ્રથમ રશીયાએ વેક્સિન જાહેર કર્યા બાદ હવે ચાઈનાએ તેની વેક્સિનના પેટન્ટ કરાવતાં અને વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા ડ્રગ્ઝ શોધવાનું જાહેર થતાં વૈશ્વિક બજારોની સાથે સતત સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારોમાં તેજી નોંધાઈ હતી. કોરોના મહામારીથી આવી પડેલા વૈશ્વિક આર્થિક સંકટમાં અનેક દેશો દ્વારા જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરાયા સાથે ફરી અર્થતંત્રને વિકાસની પટરી પર લાવવા ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટર પર વધુ ભાર આપવામાં આવશે તે અંગે વડાપ્રધાન દ્વારા વધુ જાહેરાતો થવાની શક્યતા વચ્ચે ગઇકાલે ઇન્ફ્રાસ્ટ્રકચર શેરોના ભાવમાં આવેલા સુધારાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૧૫ અને વધનારની સંખ્યા ૧૮૭૭ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, હાલ માર્કેટ કોન્સોલિડશન તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને આર્થિક નબળા ડેટા કેટલા અંશે હવે સ્થિર થાય છે તે જોવું અગત્યનું રહેશે. વૈશ્વિક સ્તરે સોનામાં ફરીથી નીચા સ્તરેથી ભાવમાં સુધારો જોવાતા ઇક્વિટીમાં દોડ ધીમી થઈ હતી. વિવિધ બેન્કો દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજ પછી જે પ્રવાહીતા ઊભી થઈ હતી તે હવે ઘટી રહી છે અને તેની સાથે ભારત સહિત વૈશ્વિક શેરબજારમાં વધઘટ સાંકડી રેન્જમાં રહી છે. પ્રથમ ત્રિમાસિકમાં કોરોનાની અસરે કંપનીઓની કામગીરીમાં નકારાત્મક ગ્રોથ જોવાયો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં આ ગ્રોથ કેટલો રહે છે તેની પર માર્કેટના ભાવિ અંદાજનો આધાર રહેશે. વૈશ્વિક સ્તરે અમેરિકા ઉપરાંત જાપાન અને ચીનની સરકાર દ્વારા પણ હાલ નવા પેકેજ પર બ્રેક લગાવી હોવાનું જોવાય છે. આગામી દિવસોમાં અમેરિકા દ્વારા કોરોના માટે નવું પેકેજ જાહેર કરવામાં આવે છેકે કેમ તેની પર પ્રવાહિતાનો આધાર રહેશે.

તા.૧૯.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૪૩૪ પોઈન્ટ થી ૧૧૪૬૦ પોઈન્ટ, ૧૧૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @૨૨૨૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૨૭૨ પોઈન્ટ થી ૨૨૩૩૦ પોઈન્ટ, ૨૨૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

રિલાયન્સ ઈન્ડ. ( ૨૧૨૯ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ શ્ ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૫૩ થી રૂ.૨૧૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

ટાઈટન લિ. ( ૧૧૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટપ!! રૂ.૧૦૯૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

અમર રાજા બેટરી ( ૭૬૫ ) :- રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ.૭૩૩ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ્સ શ્ એક્વિપમેન્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૭ થી રૂ.૭૮૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ટેક મહિન્દ્ર ( ૭૧૭ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છેપ!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

હેવેલ્સ ઈન્ડિયા ( ૬૨૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૬ થી રૂ.૬૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

કોટક બેન્ક ( ૧૩૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બાટા ઇન્ડિયા ( ૧૨૫૫ ) :- રૂ.૧૨૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૮૭૦ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૫૩ થી રૂ.૮૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

સિપ્લા લિ. ( ૭૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૦ થી રૂ.૭૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ગ્રાસીમ ઇન્ડ. ( ૬૬૪ ) :- રૂ.૬૭૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૬૫૩ થી રૂ.૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here