નિફ્ટી ફ્યુચર તેજી સંદર્ભે ૧૦૩૭૩ પોઇન્ટ મહત્વની સપાટી….!!!

0
6
Share
Share

તા.૩૦.૦૬.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૪૯૬૧.૫૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૧૬૮.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૪૮૧૨.૮૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૧.૧૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫.૭૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪૯૧૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૫૫.૮૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૩૧૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૧૮૫.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૮.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૨૫૮.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાએ ચિંતાજનક આંક વટાવી જતાં અને ભારતમાં પણ મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ચિંતાજનક સ્થિતિએ લોકડાઉન ૩૧,જુલાઈ સુધી લંબાવવાના નિર્ણય સામે અનલોક – ૨માં માં વધુ છૂટછાટની અપેક્ષાઑએ સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી હતી. ભારત અને ચીન વચ્ચે સતત વધતી તંગદિલી અને કોરોનાની સ્થિતિએ રોકાણકારોમાં ચિંતા વધારી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારે ચીનની ૫૯ એપ્સ પર બેન લગાવ્યો છે. જેના કારણે માર્કેટ પ્રભાવિત થતાં મજબૂત શરૂઆત કર્યા બાદ અંતિમ સેશનમાં રોકાણકારો દ્વારા વેચવાલી પગલે ટોચની સપાટી ગુમાવી અને ભારતીય શેરબજાર ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૩ અને વધનારની સંખ્યા ૧૨૫૮ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, છેલ્લાં કેટલાંક સપ્તાહમાં મજબૂત તેજીને પગલે ભારતનું શેરબજાર વિશ્વના હરીફ બજારમાં સૌથી મોખરાનું બન્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં નિફ્ટીમાં અંદાજીત ૩૬% ઉછાળો આવ્યો છે. આની સાથે કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ઉછાળો આવ્યો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર નિફ્ટીનો આ દેખાવ વિશ્વના ટોચના સૂચકાંકોમાં સૌથી સારો દેખાવ છે. ભારતનું કુલ માર્કેટ-કેપ છેલ્લા ત્રણ મહિનામાં અંદાજીત ૫૩૦ અબજ વધીને ૧.૮ ટ્રિલિયન ડોલર થયું છે. સ્થાનિક સ્તરે ભારત અને ચીન વચ્ચે સરહદ અંગેનો વિવાદ દાયકાઓ જૂનો છે. તે રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. તેનાથી લાંબા ગાળામાં દક્ષિણ એશિયામાં વ્યાપક ભૂ-રાજકીય અસર થવાની શક્યતા પણ છે. મારા મતે ભારત અને ચીન વચ્ચેના વિવાદને કારણે કેમિકલ અને એગ્રો કેમિકલ્સ સેગમેન્ટની કંપનીઓ અને ખાસ કરીને નબળું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ધરાવતી કંપનીઓને સૌથી વધુ નેગેટિવ અસર થશે. પરંતુ મધ્યમ ગાળામાં બજારને આર્થિક સ્થિતિમાં સુધારા અંગેના પોઝિટિવ સંકેત, મોનેટરી એન્ડ ફિસ્કલ પગલાં તથા કોરોના વાઇરસની દવા શોધવામાં હેલ્થકેર સેક્ટરની પ્રગતિ જેવાં પરિબળો બજારને સપોર્ટ આપે તેવી શક્યતા છે. આ સાથે આગામી દિવસોમાં ૩,જુલાઈ ૨૦૨૦ના રોજ જૂન ૨૦૨૦ મહિના માટેના જાહેર થનારા સર્વિસિઝ પીએમઆઈના આંક જાહેર થશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૧.૦૭.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૬.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ ઽ ૧૦૨૫૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૦૧૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૩૦૩ પોઈન્ટ થી ૧૦૩૪૭ પોઈન્ટ, ૧૦૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૬.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૨૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૦૮૮ પોઈન્ટ થી ૨૦૯૩૦ પોઈન્ટ, ૨૦૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  ડીવીથઝ લેબ ( ૨૨૭૭ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૦૩ થી રૂ.૨૩૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

HDFC લિ. ( ૧૭૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૬૭ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

કોટક બેન્ક ( ૧૩૪૮ ) :- રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૮ ના બીજા સપોર્ટથી બેન્ક રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૭૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૭૬૬ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૮ થી રૂ.૭૮૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

સન ફાર્મા ( ૪૭૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૮૪ થી રૂ.૪૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

એશિયન પેઈન્ટ ( ૧૬૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

HDFC બેન્ક ( ૧૦૫૫ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

  લાર્સન લિ. ( ૯૪૦ ) : કન્સ્ટ્રકશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

માઈન્ડટ્રી લિ. ( ૯૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૦૩ થી રૂ.૮૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

TVS મોટર ( ૩૭૫ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૬૩ થી રૂ.૩૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here