નિફ્ટી ફયુચર ૧૨૯૩૯ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

0
74
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૦.૧૧.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૩૫૯૯.૯૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૩૭૩૨.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૩૪૫૩.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૯.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૨.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૩૮૮૨.૨૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૭૯૩.૫૦ સામે ૧૨૭૯૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૭૪૪.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૮૫૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના વેક્સિનની શોધમાં થઈ રહેલી સારી પ્રગતિ અને હજુ વધુ વેક્સિનના ટ્રાયલમાં આગામી દિવસોમાં વધુ સફળતા મળવાના સંકેતોને ધ્યાનમાં લઈ ફોરેન ફંડોનું આકર્ષણ ભારતીય શેરબજારમાં સતત વધતાં સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અનલોક સાથે મોટાભાગની કંપનીઓ હાલમાં લોકડાઉન પૂર્વેની કામગીરીની સ્થિતિએ પહોંચી ગઇ છે અને દેશભરમાં ચાલુ વર્ષે અનેક ભાગોમાં સારા વરસાદથી કૃષિ-ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસર થવાના અંદાજોએ અને ફોરેન ફંડો દ્વારા સતત ખરીદીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાના કેસોમાં ફરી વધારા કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસના પગલાંના છતાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે વધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૯ અને વધનારની સંખ્યા ૧૫૩૨ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા ગત છ માસથી મંદીનો સામનો કરી રહી હતી ત્યારે અનલોક બાદની આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિનો સિલસિલો આગામી બે માસ જારી રહે તો ભારતીય અર્થવ્યવસ્થા ડિસેમ્બર ત્રિમાસિકમાં પોઝિટીવ ગ્રોથ આપી શકે છે એમ રિઝર્વ બેન્કે પોતાના માસિક બુલેટિનમાં અનુમાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગતિવિધિઓમાં તેજી માટે અનલોક બાદની વધતી માંગ કારણભૂત છે. તેમજ સપ્ટેમ્બરમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલી તેજી ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ જળવાઈ રહી છે. આર્થિક ગતિવિધિઓમાં સુધારાનો આશાવાદ અગાઉની તુલનાએ મજબૂત રહ્યો છે. રિઝર્વ બેન્કે કોરોના પ્રભાવિત અર્થવ્યવસ્થાને ટેકો આપવા રોકડ વધારવાના ઉપાયોની તબક્કાવાર જાહેરાતો કરી હતી. વિશ્વની અર્થવ્યવસ્થા કોરોનાનો બીજા તબક્કાનો સામનો કરી રહી છે. જેના દ્રારા થતા નુકસાનમાંથી અર્થવ્યવસ્થાને બચાવવી જરૂરી છે. આર્થિક વિકાસના માર્ગમાં મોટો પડકાર કોરોના રોગચાળાને કારણે દેશના સામાન્ય લોકો અને કંપનીઓ પર થયેલી આર્થિક અસર છે. આને કારણે દેશના નાણાકીય ક્ષેત્રને પણ ફટકો પડી શકે છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ -૮.૬% રહ્યો હતો. જે જૂન ત્રિમાસિકમાં -૨૩.૯% રહ્યો હતો. જે અનુસાર, અનલોક બાદથી ઝડપી રિકવરી દર્શાવી રહી છે.

તા.૨૩.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૮૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૯૩૯ પોઈન્ટના પ્રથમ અને ૧૩૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૨૮૦૮ પોઈન્ટ થી ૧૨૭૭૦ પોઈન્ટ, ૧૨૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૯૩૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૧૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૪૭૪ પોઈન્ટ થી ૨૯૬૦૬ પોઈન્ટ, ૨૯૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૯૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

એસ્કોર્ટ્સ લિ. ( ૧૪૧૯ ) :- કમર્શિયલ વિહિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

ટાઈટન કંપની લિ. ( ૧૩૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૧૩૨૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

મહાનગર ગેસ લિ. ( ૯૩૨ ) :- રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૦ ના બીજા સપોર્ટથી યુટિલિટીઝ નોન-ઇલેક. સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૯ થી રૂ.૯૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

અમર રાજા બેટરીઝ લિ. ( ૮૫૯ ) :- ઓટો પાર્ટ્સ અને એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૮ થી રૂ.૮૯૮ ના ભાવની સંભાવના ધરાવે છર્ેીં!! અંદાજીત રૂ.૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ્સ અને એક્વિપમેન્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૭ થી રૂ.૧૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિ. ( ૨૬૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૮૮ થી રૂ.૨૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિ. ( ૧૫૬૨ ) :- રૂ.૧૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૭નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

રામકો સિમેન્ટ લિ. ( ૮૫૩ ) : સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૩૮ થી રૂ.૮૨૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

બાયોકોન લિ. ( ૪૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૦૮ થી રૂ.૩૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ટાટા કેમિકલ્સ લિ. ( ૩૫૫ ) :- રૂ.૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૪૦ થી રૂ.૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here