નિફ્ટીમાં પણ ૪૭ પોઈન્ટનો કૂદકો, ઓએનજીસી, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ સહિતના શેરમાં ગાબડા પડ્યા

0
32
Share
Share

મુંબઈ, તા. ૨૦

વૈશ્વિક બજારોમાં નબળા વલણ હોવા છતાં, એચડીએફસી બેન્ક અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેરમાં તેજીથી સેન્સેક્સ મંગળવારે શરૂઆતના કારોબારમાં ૧૮૨.૫૫ પોઇન્ટ વધ્યો હતો. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૮૨.૫૫ પોઇન્ટ અથવા ૦.૪૫ ટકાના વધારા સાથે ૪૦,૬૧૪.૧૫ પોઇન્ટ પર પહોંચી ગયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૪૭.૩૦ પોઇન્ટ અથવા ૦.૪૦ ટકાના વધારા સાથે ૧૧,૯૨૦.૩૫ પોઇન્ટ પર રહ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એચસીએલ ટેકનો શેર લગભગ ત્રણ ટકા વધ્યો હતો. એલએન્ડટી, મહિન્દ્રા અને મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એશિયન પેઇન્ટ્‌સ, ઇન્ફોસીસ અને એચડીએફસી બેન્કના શેર પણ લાભમાં રહ્યા હતા. બીજી તરફ ઓએનજીસી, નેસ્લે ઇન્ડિયા, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ડસઇન્ડ બેન્કના શેર તૂટ્યા હતા. સેન્સેક્સ અગાઉના ટ્રેડિંગ સેશનમાં ૪૪૮.૬૨ પોઇન્ટ અથવા ૧.૧૨ ટકા વધીને ૪૦,૪૩૧.૬૦ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૧૦.૬૦ પોઇન્ટ અથવા ૦.૯૪ ટકા વધીને ૧૧,૮૭૩.૦૫ પોઇન્ટના સ્તરે હતો. મંગળવારે, ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા તૂટીને ૭૩.૪૯ ની સપાટીએ બંધ રહ્યો હતો. જો કે, સ્થાનિક ચલણના ઘટાડા પર મૂડીની ઉપાડ અને સ્થાનિક શેર બજારોમાં મજબૂતીકરણના વલણને કારણે થોડોક અંકુશ આવી હતી. ઇન્ટરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં રૂપિયો  ૭૩.૩૬ ની સપાટીએ ખુલ્યો અને અંતે અસ્થિર વેપાર થયા બાદ તે ૧૨ પૈસાના ઘટાડા સાથે ૭૩.૪૯ રૂપિયા પર બંધ થયો.

સોમવારે રૂપિયો ૭૩.૩૭ ના સ્તરે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રૂપિયો ઊંચામાં ૭૩.૨૯ અને નીચામાં ૭૩.૫૩ પ્રતિ ડોલર સુધી ગયો હતો.છ મુખ્ય વિદેશી મુદ્રાઓની સરખામણીએ ડોલરમાં વધ-ઘટ દર્શાવનારો ડોલર સુચકાંક ૦.૦૫ ટકા તૂટીને ૯૩.૩૭ પર આવી ગયો હતો.દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડનો વાયદો ૦.૪૨ ટકા ઘટીને  ૪૨.૪૪ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here