નિફટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

0
14
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે  BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૦૦.૮૦ સામે ૩૮૮૯૨.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૭૩૬.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૫.૬૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૫.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૮૬.૦૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૧૦.૯૫ સામે ૧૧૪૮૦.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૪૫.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૬૪.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….  સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી. કોરોના મહામારીના લોકડાઉનના સમયગાળામાં એપ્રિલ થી જૂનમાં ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ અપેક્ષિત નબળી ૨૩.૯% નેગેટીવ નોંધાયાના પરિબળને ડિસ્કાઉન્ટ કરીને સરકાર દ્વારા લોન મોરેટોરિયમ લંબાવી શકાય એવું સુપ્રિમ કોર્ટને જણાવતાં અને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા ૧,સપ્ટેમ્બરથી નવા પ્લેજ અને રી-પ્લેજ માર્જિન ધોરણોને અમલી બનાવી દેવાતાં ભારતીય શેરબજારમાં અફડાતફડી જોવાઈ હતી. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જુલાઈ માસની સરખામણીએ વૃદ્ધિ નોંધાતા અને સુપ્રિમ કોર્ટે એજીઆર કેસની સુનાવણી કરતી વખતે ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા મોટી રાહત આપતા સતત બીજા દિવસે ભારતીય શેરબજાર તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૯ અને વધનારની સંખ્યા ૧૬૧૩ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ચોમાસું દેશભરમાં અત્યંત સફળ નીવડી રહ્યું હોવા સાથે કોરોના વાઈરસ સંક્રમણના આંકડા પણ વધી રહ્યા છતાં અનલોક – ૪ સાથે દેશમાં આર્થિક પ્રવૃતિ પણ સાથો સાથ વધવા લાગી હોઈ ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર પુનઃરિકવરીના પંથે આવી જવાની અપેક્ષા અને ચોમાસું સફળ રહેતાં આ રિકવરી પણ આગામી દિવસોમાં ઝડપી બનશે એવા અનુમાન સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને અપાઈ રહેલા પ્રોત્સાહનોએ ફોરેન ઈન્વેસ્ટરોનું અનેક આકર્ષક ભાવોએ મળતાં શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાઈ રહ્યું છે. અલબત ભારત અને ચીન વચ્ચે સરહદ પર વધી રહેલી તંગદીલી અને ઓવરબોટ માર્કેટમાં બજારની વર્તમાન તેજી અર્થતંત્ર સાથે બંધબેસતી નથી જેથી આગામી દિવસોમાં ફંડો શેરોમાં ઉછાળે સાવચેતી સાથે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી જોવા મળે એવી શકયતાએ સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૩.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૩૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૧૭ પોઈન્ટ થી ૧૧૪૯૪ પોઈન્ટ, ૧૧૪૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૯૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૦૮ પોઈન્ટ થી ૨૩૬૭૬ પોઈન્ટ, ૨૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

હીરો મોટોકોર્પ ( ૨૯૬૩ ) :- ૨/૩ વ્હીલર્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૦૩ થી રૂ.૩૦૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

રિલાયન્સ ઈન્ડ. ( ૨૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૨૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬૦ થી રૂ.૨૧૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

મુથુત ફાઈનાન્સ ( ૧૧૫૭ ) :- રૂ.૧૧૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૮ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

વોલ્ટાસ લિ. ( ૬૪૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૨ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૩ થી રૂ.૬૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

ટોરેન્ટ ફાર્મા ( ૨૭૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૭૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૪૪ થી રૂ.૨૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

TCS લિ. ( ૨૨૭૦ ) :- રૂ.૨૨૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

જ્યુબિલન્ટ ફૂડ ( ૨૨૨૭ ) : રેસ્ટોરન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૨૦૭ થી રૂ.૨૧૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

ACC લિ. ( ૧૩૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ । સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

લાર્સન લિ. ( ૯૬૨ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૯૪૪ થી રૂ.૯૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here