નિફટી ફ્યુચર તેજી સંદર્ભે ૧૧૩૭૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

0
19
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૧૭.૨૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૪૯૮.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૨૭૫.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૧.૦૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૩૬૫.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૬૫.૯૦ સામે ૧૧૩૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૩૦૭.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૧૦.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બજારોમાં આજે અમેરિકાના શેરબજારો લેબર ડે નિમિતે બંધ રહેતા અને યુરોપના બજારોમાં મંદી સાથે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારોમાં બે-તરફી અફડાતફડી વચ્ચે સાવચેતી જોવા મળી હતી. વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડી રહ્યાના અહેવાલે અને વૈશ્વિક સ્તરે કોરોના વાઈરસ ફરી ફેલાવા લાગ્યાની ચિંતા વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા સાવચેતી સાથે ભારતમાં આર્થિક મોરચે કથળતી હાલત અને બેરોજગારીના વધતી સમસ્યા વચ્ચે નવું સ્ટીમ્યુલસ પેકેજ અનિવાર્ય બની ગયા સાથે લોન મોરેટોરિયમ લંબાવવાની ફરજ પડે એવી શકયતાએ બેંકો-ફાઈનાન્સ કંપનીઓની હાલત વધુ કફોડી બનવાના અંદાજોએ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો દ્વારા વેચવાલી જોવા મળી હતી. કોમોડીટી સેક્ટર સંદર્ભે જોઈએ તો વિશ્વમાં ગોલ્ડના બીજા મોટા વપરાશકાર દેશ ભારતની ગોલ્ડ વર્ષ ૨૦૧૯ના ઓગસ્ટમાં અંદાજીત ૧૪.૮૦ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ભારતની ગોલ્ડ આયાત ૩૫.૫૦% રહ્યાનું સરકારી આંકડામાં જણાવાયું છે. આગામી તહેવારોની માગને ધ્યાનમાં રાખીને અને દેશમાં જુલાઈથી લોકડાઉન હળવા કરાયા બાદ ગોલ્ડની આયાતમાં વધારો થયો છે. ગોલ્ડના ભાવ હાલ તેની હાલમાં વિક્રમી ઊચી સપાટીએથી ૧૦% નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો કે તેમ છતા આગામી દિવસોમાં દશેરા-દિવાળીના તહેવારોમાં સોનાની માંગ ઘ્યાને રાખતા આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઈટી, એનર્જી, ટેક અને ઓઈલ એન્ડ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, સીડીજીએસ, ઓટો, બેન્કેક્સ, હેલ્થકેર, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, રિયલ્ટી, બેઝિક મટિરીયલ્સ, મેટલ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૪ અને વધનારની સંખ્યા ૯૫૫ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશભરમાં ચોમાસું અત્યંત સફળ નીવડતાં કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે ઊંચી અસાધારણ વૃદ્વિની અપેક્ષા છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અને આર્થિક વિકાસને વેગ મળી શકવાની શકયતા છે. પરંતુ ભારત અને ચાઈના વચ્ચે સરહદે તણાવ વચ્ચે વણસતાં સંબંધો અને અમેરિકા અને ચાઈના વચ્ચેના વણસેલા સંબંધોએ સ્થિતિ વિસ્ફોટક બની રહી છે, ત્યારે આગામી દિવસોમાં બન્ને દેશો વચ્ચે થતી વાટાઘાટ પર નજર રહેશે. આ સાથે સ્ટીમ્યુલસ, લોન મોરેટોરિયમમાં રાહતો સાથે બેંકોની બેલેન્સશીટ આગામી દિવસોમાં વધુ કથળવાના અંદાજોએ આર્થિક મોરચે હજુ ચિંતા યથાવત હોઈ ફંડો, મહારથીઓ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. સંખ્યાબંધ કંપનીઓના શેરોના ભાવો પાછલા પાંચ મહિનામાં અસાધારણ વધી આવ્યા હોઈ હવે ઓવરબોટ પોઝિશન હળવી કરીને ફંડો ફરી કેશ પર આવી જવાના અંદાજોએ સાવચેતી જરૂરી રહેશે. આ સાથે નવેમ્બરમાં અમેરિકામાં ચૂંટણી હોઈ ફોરેનના ફંડો પણ સાવચેતીમાં તેમનો રોકાણ પ્રવાહ હળવો કરે એવી શકયતાએ અને વૈશ્વિક બજારોમાં હેજ ફંડો આ ચૂંટણી નજીક આવવાની સાથે મોટી ઉથલપાથલ સર્જશે એવી સંભાવનાએ ભારતીય શેરબજાર પણ બે તરફી અફડાતફડી સાથે અપેક્ષિત કરેકશન જોવાઈ શકે છે.

તા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ  @ ૧૧૩૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૩૩ પોઈન્ટ થી ૧૧૩૪૭ પોઈન્ટ, ૧૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૬૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૭૦૭ પોઈન્ટ થી ૨૨૭૭૭ પોઈન્ટ, ૨૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

ટેક મહિન્દ્ર ( ૭૫૫ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૬૭ થી રૂ.૭૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

ગ્રાસીમ ઇન્ડ. ( ૬૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉર્ટીં!! રૂ.૬૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૯૦ થી રૂ.૬૯૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

બર્જર પેઈન્ટ ( ૫૫૨ ) :- રૂ.૫૩૬ નો પ્રથમ તેમજ રૂ.૫૨૭ ના બીજા સપોર્ટથી પેઈન્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

સન ફાર્મા ( ૫૦૨ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૪ થી રૂ.૫૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એક્સિસ બેન્ક ( ૪૪૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

રામકો સિમેન્ટ ( ૬૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ । સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૭૭ થી રૂ.૬૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

મહિન્દ્ર । મહિન્દ્ર ( ૬૧૦ ) :- રૂ.૬૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૫૯૭ થી રૂ.૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૪ ) : લાઇફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૦૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૩ થી રૂ.૫૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

TVS મોટર ( ૪૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ૨/૩ વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૧૭ થી રૂ.૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

કેડીલા હેલ્થકેર ( ૩૬૩ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૫૦ થી રૂ.૩૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here