નિફટી ફયૂચર રેન્જ ૧૨૬૦૬ થી ૧૩૦૦૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

0
75
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે નવા વિક્રમો રચીને વિક્રમ સંવત ૨૦૭૬ના વર્ષે શેરબજારમાંથી વિદાય લીધી હતી. વિદાય પામેલા વિક્રમ સંવત ૨૦૭૬ દરમિયાન સેફ હેવન ગણાતાં સોનામાં અંદાજીત ૩૭% જ્યારે ચાંદીમાં અંદાજીત ૪૨%ની વૃદ્ધિ જોવા મળી હતી તેની સરખામણીએ સૌથી વધુ જોખમી છતાં સૌથી વધુ રિટર્ન આપવા માટે જાણીતા શેરબજારોમાં ઇન્ડાઇસિસ આધારીત રિટર્ન જોઇએ તો સેન્સેક્સમાં અંદાજીત ૧૧% જ્યારે નિફ્ટીમાં અંદાજીત ૯.૮૦%ની વૃદ્ધિ થઇ છે.સેફ હેવન ગણાતું સોનું વિક્રમ સંવત ૨૦૭૬ દરમિયાન તા. ૭ ઓગસ્ટના રોજ રૂા.૫૮૫૦૦ની ઐતિહાસિક ટોચે આંબી ગયું હતું. જ્યારે ચાંદી એજ દિવસે રૂા.૭૩૦૦૦ની નવી ટોચે પહોંચી ગઇ હતી. ત્યારબાદ કરેક્શન જોવા મળ્યું હતું.

નવી આશાના કિરણો વિક્રમ સંવત ૨૦૭૭ની ભારતીય શેરબજારમાં અપેક્ષિત મજબૂતીએ થઈ હતી.સ્થાનિક સ્તરે મોદી સરકારના સરાહનીય સ્ટીમ્યુલસ પગલાં તેમજ રાજકીય સ્તર પર બિહારની ચૂંટણીમાં એનડીએને બહુમતી સાથે નીતીશકુમાર ફરી બિહારના મુખ્યમંત્રી અને વૈશ્વિક મોરચે અમેરિકામાં સત્તા પરિવર્તન તરીકે જો બિડેન સત્તારૂઢ વચ્ચે કોરોનાની રસી અંગેની જાહેરાતની અસર ઉપરાંત કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત ૩.૦ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરીને અનેક ઉદ્યોગો – ક્ષેત્રોને રાહતો – પ્રોતસાહનો જાહેર કર્યા સાથે કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે પણ રાહતો જાહેર કરતાં ફોરેન ફંડોએ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં પુનઃવિશ્વાસ મૂકીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખતા ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં સેન્સેક્સે ૪૪૨૩૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૨૯૭૬ પોઈન્ટની વધુ એક ઐતિહાસિક ટોચ બનાવી હતી.

ભારતીય શેરબજાર સતત તેજી બાદ કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ઉપરાંત સુપ્રીમ કોટર્માં મોરેટોરિયમ મામલા પર સુનાવણીના પગલે બેન્કિંગ શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી બજારને તેજી તરફી લઈ જતા બેન્કિંગ શેરોમાં બેન્કિંગ સેક્ટર પર બોજ વધવાની સંભાવનાએ બજારે તેનું નેગેટિવ રિએક્શન આપ્યું હતું.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

મિત્રો, કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લોકડાઉન લગાવવું પડ્યું અને આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે મંદી પડી ગઈ હતી. લોકડાઉનને કારણે ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૨૩.૯% નો મોટો ઘટાડો નોંધાયો હતો. ભારતના આધુનિક ઇતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો હતો. પરંતુ આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં પુનઃ ઝડપી રિકવરી માટે સતત નિર્ણયો લઈ રહી હતી. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજોની જાહેરાત કરવામાં આવી ચુકી છે જેના સકારાત્મક અસરો હવે જોવા મળી રહી છે. હવે જીડીપીના સંદર્ભમાં તમામ રેટિંગ એજન્સીઓએ આગામી ક્વાટર્રમાં જીડીપી વૃદ્ધિના અનુમાન પર  અપેક્ષા કરતા વધારે ઝડપી રિકવરીનું અનુમાન લગાવ્યું છે. ગ્લોબલ રિસર્ચ ફર્મ અને રેટિંગ એજન્સી ગોલ્ડમેન સૈક્સે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં સુધારો કરીને -૧૦.૩%ની આગાહી કરી છે અને ભારતીય અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૩% સુધારા સાથે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલેએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થાને આ નાણાકીય વર્ષના બીજા ક્વાટર્રમાં સારો ટેકો મળ્યો છે અને તેના કારણે આગામી વર્ષ એટલે કે ૨૦૨૧ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૯.૮% સુધી પહોંચી શકે છે.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીના વિશ્વભરમાં શરૂ થયેલા નવા રાઉન્ડની સાથે વૈશ્વિક અર્થતંત્રને ફરી વિકાસની પટરી પર લાવવાના થઈ રહેલા પ્રયાસોમાં ભારત સરકારે પણ આત્મનિર્ભર ભારત ૩.૦ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની ફરજ પડી હતી.ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર સહિતને રાહતો-પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્ર ઐતિહાસિક ટેકનીકલ મંદીમાં હોવાનું અને સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતના સતત બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ ૮.૬% નેગેટીવ નોંધાઈ હોવાનું જણાવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અર્થતંત્ર માટે ચેતવણી સૂચક સંકેત અર્થતંત્ર ટેકનીકલ મંદીમાં પ્રવેશયાના રીપોટર્ને કોઈપણ રીતે નજર અંદાજ કરવા જેવો નથી. રિઝર્વ બેંકના આંકડા કંપનીઓ દ્વારા વેચાણમાં ઘટાડા છતાં ખર્ચ કાપના પગલાં થકી ઓપરેટીંગ નફામાં વધારાના આવ્યા છે. વાહનોના વેચાણના આંકડા બેંકિંગમાં પ્રવાહિતામાં ઉમેરા સાથે ઓકટોબર માટે ઊજળા સંજોગોના આવ્યા હતા. જો આ અપટ્રેન્ડ જળવાયો તો ભારતીય અર્થતંત્ર ઓકટોબર થી ડિસેમ્બરના ત્રિમાસિકમાં ફરી વૃદ્ધિમાં પાછું ફરશે. જો કે ભાવ દબાણોનું જોખમ હોવા સાથે કોરોના વાઈરસના ઉપદ્રવના બીજા વેવથી વૈશ્વિક વૃદ્ધિ માટે અત્યંત મોટું જોખમ છે.

અર્થતંત્રમાં એપ્રિલ થી જૂનમાં ૨૪%નો ઘટાડો નોંધાયો છે જેને કોઈપણ હિસાબે અવગણી ન શકાય અને અર્થતંત્રનો આ ચિતાર ભારતીય શેરબજાર માટે પણ સાવચેતીનો સંકેત માનવો રહ્યો. શેરબજારમાં અત્યારે ફોરેન ફંડોના અવિરત જંગી રોકાણ પ્રવાહે નવી ઐતિહાસિક તેજી જોવાઈ રહી છે પરંતુ આ તેજી હવે જોખમી તબક્કામાં હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી નકારી ના શકાય.

રીપોટર્ મુજબ અત્યારે આપણે પડકારરૂપ સમયમાં છીએ ત્રીજું મોટું જોખમ હાઉસહોલ્ડસ અને કોર્પોરેશનોમાં અસાધારણ તાણનું છે જે અત્યારે તો પાછું ઠેલાયું છે પરંતુ દૂર થયું નથી અને આ તાણ ફાઈનાન્શિયલ ક્ષેત્રમાં પ્રસરી શકે છે આ ચેતવણીને ધ્યાનમાં લેતાં ભારતીય શેર બજારોમાં પણ અત્યારે બેફામ ચાલી રહેલી તેજી પણ હવે જોખમી તબક્કામાં હોવાનું ધ્યાનમાં રોકાણકારો સાવધાન રહેવું સલાહભર્યું રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરૂં ને..!!!

ફયુચર રોકાણ

(૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (૧૯૦૧) :   ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૧૮૩૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! ઇન્ટિગ્રેટેડ ઓઇલ અને ગેસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૯૩૩ થી રૂા.૧૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(ર)  બાટા ઇન્ડિયા (૧૪૮૦) : આ સ્ટોક રૂા.૧૪૪૦ નો પ્રથમ અને રૂા.૧૪૧૭ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૫૦૩ થી રૂા.૧૫૨૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

(૩) HDFC બેન્ક (૧૪૦૩) : ૫૫૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૧૩૭૩  નો પ્રથમ તેમજ રૂા.૧૩૬૦  ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૪૨૪  થી રૂા.૧૪૩૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪) કોટક બેન્ક (૧૮૭૫) : ટેકનિકલ ચાટર્ મુજબ રૂા.૧૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૮૬૦  થી રૂા.૧૮૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૯૩૩ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

(પ)ACC લિ. (૧૬૯૦) : રૂા.૧૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૧૭૩૦ ના સ્ટોપલોસે વેચાણલાયક…!! ટૂંકાગાળે રૂા.૧૬૭૭ થી રૂા.૧૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૬) સન ફાર્મા (૫૦૩) : ટેકનિકલ ચાટર્ મુજબ રૂા.૫૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૫૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૪૮૮ થી રૂા.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૫૪૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

(૧) લોરસ લેબ્સ (૨૭૭) : ફાર્મા ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૨૬૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૨૬૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક…!! આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૨૮૯ થી રૂા.૨૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૨) સનટેક રિયલ્ટી લિ.  (૨૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૫૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૨૮૮ થી રૂા.૨૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(૩) સોમાણી સિરામિકસ (૨૫૯) : રૂા.૨૪૪ નો પ્રથમ તેમજ રૂા.૨૩૦ ના બીજા સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૨૭૩ થી રૂા.૨૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

(૪) ગ્રેફાઇટ ઇન્ડિયા લિ. (૨૨૯) :  અન્ય ઇન્ડસ્ટ્રીયલ ગુડસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૪ર થી રૂા.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

(૫) ભારતી ઇન્ફ્રાટેલ લિ. (૨૦૨) : રૂા.૧૮૮ નો પ્રથમ તેમજ રૂા.૧૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી અન્ય ટેલિકોમ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૧૩ થી રૂા.૨૨૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૬) TV ટુડે નેટવર્ક લિ. (૧૯૮) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૧ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૦૯ થી રૂા.૨૧૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

(૭) બ્લિસ જીવીએસ ફાર્મા લિ. (૧૬૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૫૦ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૭૩ થી રૂા.૧૮૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

(૮) ઓલકાર્ગો લોજીસ્ટિકસ લિ. (૧૨૩) : ટેકનિકલ ચાર્ટ મુજબ ટ્રાન્સપોર્ટેશન-લોજિસ્ટિકસ સેકટરનો આ સ્ટોક રૂા.૧૧૩ આસપાસ રોકાણકારે રૂા.૧૩૪ થી રૂા.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૦૮ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

(૧)સ્ટાર સિમેન્ટ (૮૬) : સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડકટસ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૪ થી રૂા.૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૦ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

(૨) મિન્દા કોર્પોરેશન લિ. (૭૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  ઓટોપાર્ટસ અને એકિવપમેન્ટ સેકટરના આ સ્ટોકને રૂા.૬૬  ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૭૮ થી રૂા.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

(૩) વેલસ્પન ઇન્ડિયા લિ. (૬૬) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૨  નો પ્રથમ તેમજ રૂા.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા. ૭૦ થી રૂા.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪)  આઇનોકસ વિન્ડ લિ. (૫૩)ઃ રૂા.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૫૭ થી રૂા.૬૩  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

વિક્રમ સંવત ૨૦૭૭માં પણ સોના-ચાંદીમાં સારા રિટર્નનો આશાવાદ…!!

સોનામાં રોકાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ બૂલિયન રોકાણકારો માટે ફરી એક વખત સુવર્ણ સાબીત થયું છે. એક વર્ષમાં સરેરાશ સોનામાં સરેરાશ અંદાજીત ૩૭% અને ચાંદીમાં અંદાજીત ૪૨%થી વધુ રિટર્ન રહ્યું છે જે રોકાણલક્ષી અન્ય સાધનોની તુલનામાં સૌથી વધુ છે.

આગામી નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૭માં પણ સોના – ચાંદીમાં સારા રિટર્નનો આશાવાદ છે. ખાસ કરીને સોના કરતા ચાંદીમાં સવાયા રિટર્નની આશા છે. સોના – ચાંદીની તેજીના મુખ્ય કારણોમાં મહામારી, ટ્રેડવોર, જિઓ પોલિટીકલ ઇશ્યુ, વૈશ્વિક સ્લોડાઉન ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા શુન્યદર યથાવત રહેવાના કારણે સલામત એવા સોના – ચાંદીમાં તેજી તરફી ફંડામેન્ટલ બની રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વર્ષ ૨૦૨૦માં ૬ ઓગસ્ટના ઓલટાઇમ હાઇ ૨૦૬૭ ડોલર હતો જ્યારે માર્ચ ૧૯ના ૧૪૭૪ ડોલર સુધી નીચામાં રહ્યાં બાદ અત્યારે ૧૮૫૦ ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી ૧૯ માર્ચની ૧૨ ડોલરની બોટમ બનાવી પહેલી સપ્ટેમ્બરના ઓલટાઇમ હાઇ ૨૮.૮૮ ડોલર જઇ અત્યારે ૨૩ ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે. સ્થાનિકમાં વિક્રમ સંવત ૨૦૭૭માં ચાંદી રૂા.૮૮૦૦૦ થઇ શકે જે કોમેક્ષ માં  આગામી વર્ષે ૩૩ ડોલર સુધી જઇ શકે છે.સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા છે. જ્યારે મારા મતે આગામી વર્ષ સુધીમાં સોનાનો કોમેક્ષ ભાવ ૨૦૮૦ થી ૨૧૫૦ ડોલર સુધી અને સ્થાનિક સોનું નીચા મથાળે રૂા.૪૬૦૦૦ થી ઉપરમાં રૂા.૬૨૦૦૦ સુધી જઇ શકે તેવી સંભાવના છે.

વૈશ્વિક મહાસત્તાના પ્રેસીડેનટ તરીકે જાન્યુઆરીમાં બિડેન પદભાગ ગ્રહણ કરશે ત્યાર બાદ નવા વેરા તથા માર્કેટ અંતર્ગત કેવા નિર્ણયો કરે છે તેના પર બજારની મૂવમેન્ટનો આધાર રહેલો છે.

ભારતમાં વિદેશી હૂંડિયામણ વધ્યુ, આગામી સમયમાં અર્થતંત્ર માટે સારા સંકેત…!!

કોરોના કાળ અને એ પહેલાથી જ અર્થતંત્રમાં મંદીનો માહોલ છવાયેલો હતો. આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ સુધારાના યથાગ પ્રયત્ન કરી રહી છે, એવામાં દિવાળીના સમયે ભારતીય રિઝર્વ બેન્કએ જાહેર કરેલા આંકડાઓ અર્થતંત્રમાં સુધારાના સંકેત આપી રહ્યા છે. આરબીઆઇ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર વધારો થયો છે. ૬ નવેમ્બરે સમાપ્ત થતા અઠવાડિયા દરમિયાન દેશમાં વિદેશી હૂંડિયામણ વધીને ૫૬૮.૪૯ અબજ ડોલર સુધી પહોંચી ગયુ હતું. એક અઠવાડિયા દરમિયાન વિદેશી હૂંડિયામણમાં ૭.૭૭ અબજ ડોલરનો ઉમેરો થયો હતો. કોરોના કાળમાં અર્થતંત્રમાં મંદી છવાઇ ગઇ હતી, પરંતુ વિદેશી હૂંડિયામણમાં સતત થઇ રહેલો ઉમેરો આગામી સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સંકેત આપી રહ્યુ છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણમાં આશરે ૧૧૧ અબજ ડોલરનો નોંધનીય ઉમેરો થયો હતો. વર્ષ ૨૦૧૯ના અંત સુધી દેશમાં વિદેશી હૂંડિયામણ ૪૫૭ અબજ ડોલર હતું. મોદી સરકારના બીજા કાર્યકાળમાં દેશનું વિદેશી હૂંડિયામણ ૧૪૭ અબજ ડોલર વધ્યુ છે અને બે કાર્યકાળના ૬ વર્ષમાં એમાં ૨૫૬ અબજ ડોલરનો ઉમેરો થયો હતો. મે ૨૦૧૯માં દેશમાં વિદેશી હૂંડિયામણ ૪૨૧ અબજ ડોલર હતું, જે મે ૨૦૧૪માં ૩૧૨ અબજ ડોલર હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના ૧૦ વર્ષના કાર્યકાળમાં વિદેશી હૂંડિયામણ ૧૧૯ અબજ ડોલર વધ્યુ હતું. વિદેશી હૂંડિયામણ એટલે કે ડોલરનો સૌથી મોટો ખર્ચ ક્રૂડ ઓઇલ અને સોનાની આયાતમાં લાગે છે, પરંતુ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચી રહી હતી અને વિદેશોથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો ખર્ચ પહેલાની સરખામણીએ ઓછો રહ્યો હતો. સોનાની આયાત પણ ઓછા પ્રમાણમાં કરવામાં આવી હોવાથી ડોલરનો ખર્ચ ઓછો થયો હતો.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણ

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો ઓગસ્ટ ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૧,૦૪૬.૭૮ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૧૦.૩૦ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૭,૩૧૮.૪૪ કરોડની વેચવાલી તેમજ ૧૯ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂા.૨૯,૭૭૫.૦૨ કરોડની વેચવાલી જોવા મળી હતી. જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો ઓગસ્ટ ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૫,૭૪૯.૮૬ કરોડની ખરીદી સપ્ટેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૧,૪૧૦.૬૯ કરોડની વેચવાલી, ઓક્ટોબર ૨૦૨૦માં અંદાજીત રૂા.૧૪,૫૩૭.૪૦ કરોડની ખરીદી તેમજ ૧૯ નવેમ્બર ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂા.૪૨,૩૯૦.૨૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

મૂડી’ઝ દ્વારા ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને -૮.૯% કર્યો…!!

મૂડી’ઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને -૮.૯% કર્યો છે. અગાઉ તેણે -૯.૬%નો અંદાજ આપ્યો હતો. મૂડી’ઝે તેના ગ્લોબલ મેક્રો આઉટલૂક ૨૦૨૧-૨૨માં ભારતના આગામી વર્ષના જીડીપી ગ્રોથનો અંદાજ પણ વધારીને ૮.૬% કરી દીધો છે, જે તેણે અગાઉ ૮.૧% કર્યો હતો. વર્ષ ૨૦૧૯માં ભારતનો જીડીપી ગ્રોથ ૪.૮% હતો. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે એપ્રિલ – જૂન ક્વાટર્રમાં ભારતના જીડીપીમાં ૨૪%નો નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. તેનું કારણ લોકડાઉન હતું. હવે નિયંત્રણો ધીમે-ધીમે હળવા થઈ રહ્યા છે. આથી રિકવરી થોડી જટિલ છે. કોરોનાના નવા કેસની સંખ્યા ઓછી થઈ છે. આ સ્થિતિ જળવાશે તો નિયંત્રણો હજી હળવા થશે. આવા સંજોગોમાં આર્થિક પ્રવૃત્તિમાં તબક્કાવાર રિકવરી જોવા મળશે તેવો અંદાજ છે. ધિરાણની સમસ્યા રિકવરીની ગતિ ધીમી પાડી શકે છે. મૂડી’ઝે જી-૨૦ વિકસિત દેશોમાં ચાલુ કેલેન્ડ વર્ષ ૨૦૨૦માં ૫.૧% નેગેટિવ ગ્રોથનો અંદાજ આપ્યો છે. વર્ષ ૨૦૨૧ માટે ૪.૨% ગ્રોથનો અંદાજ આપ્યો છે. મૂડી’ઝે કહ્યું હતું કે કોરોના ક્રાઈસીસની લાંબાગાળે ચાર પ્રકારે અસર થવાની સંભાવના છે. લોકપ્રિય અને સ્થાનિક અર્થતંત્ર સંબંધિત નિર્ણયો લેવાનું પ્રમાણ વધશે, જોબલેસ રિકવરી જોવાશે અને અસામનતા વધશે, ભૌગોલિક-રાજકીય ફેરફાર જોવાશે, ગ્રીનર ઈકોનોમી માટે પગલાં લેવાશે, ટેકનોલોજીકલ પરિવર્તનો આવશે, નોકરીઓ ઘટશે અને ઉત્પાદકતા વધશે.

ઓકટોબર માસમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટસમાં ૧૬૩% વધારો…!!

વર્તમાન વર્ષના ઓકટોબર માસમાં દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી/વેન્ચર કેપિટલ  (પીઈ/વીસી) ઈન્વેસ્ટમેન્ટસમાં વાર્ષિક ધોરણે ૧૬૩% વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના ઓકટોબર માસમાં ૩.૨૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં દેશમાં ૮.૪૦ અબજ ડોલરનું પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ જોવાયું છે. સૌથી વધુ રોકાણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવાયું છે.

મૂલ્યની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો શ્રેષ્ઠ બની રહ્યો છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ તથા કેટલાક રિઅલ એસ્ટેટ પ્રોજેકટસમાં આવેલા જંગી રોકાણને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ રિટેલમાં ૩.૩૦ અબજ ડોલરનું પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું જ્યારે કેટલાક કમર્સિઅલ રિઅલ એસ્ટેટ પ્રોજેકટસમાં ૩.૬૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું છે.

ઓકટોબરમાં ૧૦ કરોડ ડોલરથી વધુના મૂલ્ય  સાથેના નવા મોટા કરારો થયા છે જે ગયા વર્ષના ઓકટોબરમાં પાંચ થયા હતા. આ દસ સોદાનું કુલ મૂલ્ય ૭.૬૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે ૨૦૧૯ના ઓકટોબરમાં થયેલા પાંચ સોદાનું મૂલ્ય ૨.૨૦ અબજ ડોલર રહ્યું હતું.  જો કે ગયા વર્ષના ઓકટોબર સુધીમાં દેશમાં આવેલા કુલ પીઈ/વીસી રોકાણની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબર સુધીનો આંક પાંચ ટકા નીચો રહીને ૩૭.૫૦ અબજ ડોલર રહ્યું હતું. આ રોકાણમાં ૪૦% રોકાણ રિલાયન્સ જુથની કંપનીઓમાં જોવા મળ્યું છે.

આ રોકાણને બાદ કરવામાં આવે તો વર્તમાન વર્ષમાં અત્યારસુધી પીઈ/વીસી રોકાણનો આંક ૪૩% નીચો જોવા મળી શકે એમ છે.  ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ રોકાણ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળ્યું છે. રિઅલ એસ્ટેટમાં ૬ સોદામાં ૩.૭૦ અબજ ડોલરનું રોકાણ જોવાયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here