નિફટી ફયૂચર રેન્જ ૧૧૭૦૭ થી ૧૧૮૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

0
21
Share
Share

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

કોરોના વાયરસ રોગચાળાનાં પગલે દુનિયા વર્ષ ૧૯૩૦નાં દશકની મહામંદી બાદની સૌથી મોટી મંદી સામે ઝઝુમી રહી છે, ત્યારે યુરોપમાં ફરી લોકડાઉનનાં કારણે વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોને કારણે વૈશ્વિક શેરબજારમાં જોરદાર વેચવાલી આવતા અને અમેરિકામાં ચુંટણી પહેલા રાહત પેકેજ નહીં મળવાની આશંકાથી અમેરિકાનાં બજારોમાં ભારે દબાણને કારણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં સતત ચાલી રહેલી તેજી પર સપ્તાહના અંતે બ્રેક લાગી હતી. આઇએમએફએ ચાલુ વર્ષે ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થશે તેવા અનુમાને માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં સતત સુધારો જોવા મળ્યો હતો. મોટાભાગની કંપનીઓ હાલમાં લોકડાઉન પૂર્વેની કામગીરીની સ્થિતિએ પહોંચી ગઇ છે અને દેશભરમાં ચાલુ વર્ષે અનેક ભાગોમાં સારા વરસાદથી કૃષિ-ગ્રામિણ અર્થતંત્ર પર પોઝિટીવ અસર થવાના અંદાજો સાથે ટીસીએસ અને વિપ્રોની બાયબેક ઓફર, ઇન્ફોસિસ દ્વારા કંપનીની ખરીદી, અન્ય આઇટી કંપનીઓની પ્રોત્સાહક કામગીરી અને સપ્ટેમ્બર માસના અંતે પૂરાં થયેલા ત્રિમાસિકગાળા માટેના કોર્પોરેટ ઇન્ડિયાની કામગીરીમાં સુધારાનો આશાવાદ, જેવાં સંખ્યાબંધ સ્ટોક સ્પેસિફિક પ્રોત્સાહક અને આરબીઆઇએ રેપો રેટ યથાવત જાળવી રાખતાં બેન્કિંગ અને ફાઇનાન્સ તેમજ હેલ્થકેર શેરોમાં સાધારણ નરમાઇ વચ્ચે સતત લેવાલીએ ભારતીય શેરબજારમાં તેજીની પકડ જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે ભારતીય અર્થવ્યવસ્થા માટે વર્તમાન નાણાકીય વર્ષ સારું નથી. દેશના અર્થતંત્રમાં માગ વધારવા સરકારે ૧૨ ઓકટોબરના રોજ સ્ટીમ્યુલ્સ – ૨ મારફત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લીવ ટ્રાવેલ કન્સેસન કેશ વાઉચર સ્કીમ તથા સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ અને રાજ્યોને રૂા.૧૨,૦૦૦ કરોડની વ્યાજમુકત લોન તથા રૂા.૨૫,૦૦૦ કરોડના વધારાના મૂડીખર્ચ દ્વારા આ સ્ટીમ્યુલ્સની કુલ રકમ રૂા.૪૬૭,૦૦ કરોડ જેટલી થવા જાય છે. જે વર્તમાન નાણાં વર્ષના અંદાજિત રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટના ૦.૨૦% જેટલી થવા જાય છે. આમ આ રકમ જીડીપીના ઘટાડાના વખતમાં અર્થતંત્રને વેગ આપવાની દ્રષ્ટિએ મર્યાદિત ગણી શકાય.

સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ કેસમાં સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મુદત સુવિધાનો લાભ લેનારા લોકોને ૧૫ નવેમ્બર – ૨૦૨૦ સુધી વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે નહીં, સાથે ૧૫ નવેમ્બર સુધી કોઈપણ લોન એકાઉન્ટને નોન – પરફોર્મિંગ એસેટ જાહેર કરી શકાશે નહીં. સુપ્રીમ કોટર્ે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને કોવિડ – ૧૯ ને ધ્યાનમાં રાખીને ૨ કરોડ રૂપિયા સુધીની લોન પર ચક્રવૃધ્ધિ વ્યાજ માફ કરવા સરકારે સંમતિ આપી છે.

IMFનાં જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં આ વર્ષ દરમિયાન ૧૦.૩%નો મોટો ઘટાડો આવવાનો છે. જો કે આ સાથે વર્ષ ૨૦૨૧માં ચીનને પાછળ રાખીને તેજ ગતિથી વૃધ્ધી સાથે ભારતીય અર્થતંત્ર સંભવત ૮.૮%ની જોરદાર વૃધ્ધિ નોંધાવશે. જો કે વર્ષ ૨૦૨૧ માં બધું ઠીક થવાની અપેક્ષા છે. ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાકિય વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્ધી દર ૪.૨% રહ્યો હતો. ગત સપ્તાહે વિશ્વ બેંકે કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપીમાં ૯.૬%નો ઘટાડો થશે અને ઈંખઋનાં જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્રમાં આ વર્ષ દરમિયાન ૧૦.૩%નો મોટો ઘટાડો આવવાનો છે. જો કે આ સાથે વર્ષ ૨૦૨૧માં ચીનને પાછળ રાખીને તેજ ગતિથી વૃધ્ધી સાથે ભારતીય અર્થતંત્ર સંભવત ૮.૮%ની જોરદાર વૃધ્ધી નોંધાવશે એવો પણ ઉલ્લેખ આ રિપોટર્ માં કરવામાં આવેલ છે.

કોમોડીટી સેક્ટર સંદર્ભે…

વિશ્વ બજારમાં કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે ગોલ્ડમાઈન્સ બંધ રહેતા વર્તમાન વર્ષમાં સોનાનું ઉત્પાદન ૪.૬૦% જેટલું નીચું રહી ૩૩૬૮ ટન રહેવા ધારણાં છે, જે પાંચ વર્ષની નીચી સપાટીએ રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. જો કે આવતા વર્ષ ઉત્પાદન ૮.૮૦% વધી ૩૬૬૪ ટન્સ સાથે અત્યાર સુધીનું વિક્રમી રહેવાનો એક રિપોટર્માં અંદાજ મૂકાયો છે. અમેરિકામાં સ્ટીમ્યુલ્સને લઈને અનિશ્ચિતતાને પગલે ગોલ્ડમાં નરમાઈ આવી હતી અને ડોલર ઈન્ડેકસ પણ વધ્યો હતો. મુખ્ય ચલણો સામે રૂપિયામાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું, જ્યારે ક્રુડ તેલના ભાવમાં  નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….

માર્કેટનું ફોકસ હવે સપ્ટેમ્બર ક્વાટર્રના પરિણામો પર રહેશે. સરકાર દ્વારા વધુ સ્ટીમ્યુલસ પેકેજની આશા, ત્રિમાસિક પરિણામો અને મેક્રોઈકોનોમિક સ્થિતિમાં સુધારાઓના સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે. સરકારના બીજા રાઉન્ડના સ્ટીમ્યુલ્સથી ઉપભોગ ખર્ચમાં ટૂંકાગાળે વધારો થશે, પરંતુ તેને કારણે આર્થિક વિકાસમાં ખાસ વૃદ્ધિ જોવા નહીં મળે. એમ મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસના એક રિપોટર્માં જણાવાયું હતું. આરબીઆઈએ ગત સપ્તાહે એમપીસીની બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખ્યો હતો પરંતુ લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં જાહેર કર્યા છે જેને બજારે આવકાર્યા પણ છે.

આગામી દિવસોમાં એફપીઆઈનો નાણાંપ્રવાહ, વધતું કોરોના વાઇરસનું સંક્રમણ અને વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદની આવી રહેલી ચૂંટણીના ડેવલપમેન્ટ વગેરે પરિબળો પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરૂં ને..!!!

ફયુચર રોકાણ

(૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૨૧૮૨) :   ટેકનિકલ ચાર્ટ મુજબ  આ ફયુચર સ્ટોક રૂા.૨૧૩૦ ના પ્રથમ સપોર્ટથી ખરીદવાલાયક…!! ઇન્ટિગ્રેટેડ ઓઇલ એન્ડ ગેસ સેકટરનો આ સ્ટોક રૂા.૨૨૦૩ થી રૂા. ૨૨૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(ર) HDFC બેન્ક  (૧૨૦૫) : આ સ્ટોક રૂા.૧૧૮૮ નો પ્રથમ અને રૂા.૧૧૭૩ નો બીજો  અતિ  મહત્વનો સપોર્ટ ધરાવે છે…!! ફયુચર ટ્રેંડિગ સંદર્ભે મધ્યમગાળે રૂા.૧૨૨૨ થી રૂા.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી શકયતા છે…!!

(૩) લાર્સન એન્ડ ટુર્બ્રો  (૮૯૮) : ૫૫૦ શેરનું  ફયુચર ધરાવતો આ સ્ટોક રૂા.૮૮૦  નો પ્રથમ તેમજ રૂા.૮૬૮ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક  કન્સ્ટ્રકશન  એન્ડ એન્જીનિયરીંગ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૯૧૩ થી રૂા.૯૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪) ઇન્ડીગો (૧૩૩૯) : ટેકનિકલ ચાટર્ મુજબ રૂા.૧૩૬૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૧૩૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૧૩૧૭ થી રૂા.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૩૭૭ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

(પ) ડાબર ઇન્ડિયા લિ. (૫૧૪)ઃ  રૂા.૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૂા.૫૪૦ ના સ્ટોપલોસે વેચાણલાયક… ટૂંકાગાળે રૂા.૪૯૭ થી રૂા.૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૬) ICICI બેન્ક (૩૯૬) : ટેકનિકલ ચાટર્ મુજબ રૂા.૪૧૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂા.૪૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂા.૩૮૮ થી રૂા.૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૨૪ ઉપર પોઝિટીવ બ્રેકઆઉટ…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

(૧) LIC હાઉસીંગ ફાયનાન્સ (૨૮૩)ઃઃ હાઉસીંગ ફાઇનાન્સ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૨૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૨૬૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૨૯૩ થી રૂા.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!

(૨) સનટેક રિયલ્ટી (૨૬૦)ઃઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૨૪૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૨૩૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૨૭૨ થી રૂા.૨૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

(૩) અંબુજા સિમેન્ટસ (૨૪૪)ઃઃ રૂા.૨૩૦ નો પ્રથમ તેમજ રૂા.૨૧૮ ના બીજા સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૨૬૦ થી રૂા.૨૭૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

(૪) પેટ્રોનેટ  કગૠ (૨૧૮)ઃઃ ઓઇલ માર્કેટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૩૨ થી રૂા.૨૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૦૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

(૫) એજીસ લોજિસ્ટીકસ  (૨૧૦)ઃઃ રૂા.૨૦૨ નો પ્રથમ તેમજ રૂા.૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ઓઇલ માર્કેટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૨૨૩ થી રૂા.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૬) સોમાણી સેરામિકસ (૧૯૭)ઃઃ સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૨૦૮ થી રૂા.૨૧૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

(૭) પાવર ગ્રીડ કોર્પોરેશન (૧૫૭)ઃઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૪૪ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૬૪ થી રૂા.૧૭૨ ના સંભવિત ભાવની શકયતા છે…!!

(૮) વેલસ્પર્ન કોર્પ (૧૧૩) :ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન એન્ડ એન્જીનિયરીંગ સેકટરનો આ સ્ટોક રૂા.૧૦૩ આસપાસ રોકાણકારે રૂા.૧૨૦ થી રૂા.૧૨૬ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૯૬ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

(૧)ઓપ્ટીમસ ઇન્ફ્રાક્રોમ (૮૩)ઃ ટેલિકોમ ઇકિવપમેન્ટ સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૨ થી રૂા.૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૭૩ નો સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

(૨) ઇન્ટ્રાસોફટ ટેકનોલોજીસ (૭૪)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે  ઇન્ટરનેટ એન્ડ કેટલોગ રેટાઇલ સેકટરના આ સ્ટોકને રૂા.૬૭ થી અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!!સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૮૨ થી રૂા.૮૮  સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

(૩) બાલ ફાર્મા (૬૭)ઃઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા.૬૨ નો પ્રથમ તેમજ રૂા.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૭૩ થી રૂા.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

(૪) ઓર્બિટ એકસપોર્ટ (૫૭)ઃ રૂા.૫૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૬૩ થી રૂા.૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!

વિપ્રો દ્વારા શેર દીઠ રૂપિયા ૪૦૦ના ભાવે ૨૩.૭૫ કરોડ શેરો બાયબેક કરાશે…!!

આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ વિપ્રો લિમિટેડે ર્બોર્ડ મીટિંગમાં શેર દીઠ રૂા.૪૦૦ના ભાવે રુ.૯૫૦૦ કરોડના ૨૩.૭૫ કરોડ શેરો સુધી બાયબેક કરવાને મંજૂરી આપી છે. જે કંપનીની ભરપાઈ શેરમૂડીના ૪.૧૬% થાય છે.

વિપ્રો લિમિટેડે ૩૦, સપ્ટેમ્બર ૨૦૨૦ના પૂરા થયેલા બીજા ત્રિમાસિકના અપેક્ષિત પરિણામ જાહેર કર્યા છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો પ્રથમ ત્રિમાસિકના રૂા.૨૩૯૦.૪૦ કરોડની તુલનાએ ત્રણ% વધીને રૂા.૨૪૬૫.૭૦ કરોડ થયો છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૪% ઘટયો છે. કોન્સોલિડેટેડ આવક ૧.૨% વધીને રૂા.૧૫,૦૯૬.૭૦ કરોડ થઈ છે. કંપનીની આઈટી સર્વિસિઝ સેગ્મેન્ટની આવક ડોલરમાં ૩.૭% વધીને ૧૯૯.૨૪ કરોડ ડોલરની થઈ છે. જે આઈટી સર્વિસિઝની આવક રૂપિયામાં ૧.૨% વધીને રૂા.૧૪,૭૬૮.૧૦ કરોડ થઈ છે.

વિપ્રોના સીઈઓ અને મેનેજિંગ ડિરેકટરે જણાવ્યું હતું કે કંપનીએ આવકમાં સારી વૃધ્ધિ મેળવી છે, માર્જિન પણ વધ્યું છે. કંપનીને આગળ જતાં સારી તકો જણાઈ રહી છે અને બિઝનેસ વૃધ્ધિ પણ આ ત્રિમાસિકમાં સારી રહેવાની અપેક્ષા છે. કંપનીને બીજા ત્રિમાસિકની તુલનાએ આઈટી સર્વિસિઝ બિઝનેસમાંથી આવક ૧.૫% થી ૩.૫% વૃધ્ધિએ ૨૦૨.૨ કરોડ ડોલર થી ૨૦૬.૨ કરોડ ડોલર થવાનો અંદાજ છે.

કંપનીએ ઘણા ઓપરેટીંગ માપદંડોમાં કામગીરીમાં સુધારો મેળવીને આઈટી સર્વિસિઝ સેગ્ટમેન્ટમાં માર્જિનમાં ૦.૨% વૃધ્ધિ મેળવી છે. કંપની પાસે ફ્રી કેશફ્લો પ્રથમ અર્ધવાર્ષિકમાં ચોખ્ખી આવકના ૧૬૦.૭ % રહ્યો હોવાનું કંપનીના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરે જણાવ્યું હતું.

આ વર્ષે ભારતનાં અર્થતંત્રમાં ૧૦.૩%નો મોટો ઘટાડો નોંધાશે : IMF

ભારતીય અર્થવ્યવસ્થા માટે વર્તમાન નાણાકીય વર્ષ સારૂં નથી. જો કે, વર્ષ ૨૦૨૧ માં બધું ઠીક થવાની અપેક્ષા છે. આ બાબતો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના નવા અનુમાનમાં બહાર આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વ બેંકે કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીમાં ૯.૬%નો ઘટાડો થશે. આ ઉપરાંત મૂડીઝ સહિતની અન્ય મોટી રેટિંગ એજન્સીઓ જીડીપીમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી રહી છે.

IMFનાં જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં આ વર્ષ દરમિયાન ૧૦.૩%નો મોટો ઘટાડો આવવાનો છે, જો કે આ સાથે જ ઈંખઋએ કહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્રમાં સંભવત ૮.૮%ની જોરદાર વૃધ્ધિ નોંધાવશે. તે ચીનને પાછળ રાખીને તેજ ગતિથી વૃધ્ધિ નોંધાવશે, ઈંખઋનાં મુજબ ચીન ૨૦૨૧માં ૮.૨%નો વૃધ્ધિદર હાસિલ કરે તેવું અનુમાન છે.

ઈંખઋએ પોતાની રિપોટર્માં કહ્યું છે કે જીડીપી ગ્રોથનાં અનુમાનમાં સુધારો ભારતનાં મામલે મોટો છે, અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્ધિદર ૪.૨% રહ્યો હતો.IMFનાં રિપોટર્માં જણાવ્યા મુજબ ચાલું નાણાકીય વર્ષમાં વિશ્વ અર્થતંત્રમાં ૪.૪%નો ઘટાડો આવી શકે છે, ત્યાં જ ૨૦૨૧માં ૫.૨%ની જોરદાર વૃધ્ધિ સાથે આગળ વધે તેવું અનુમાન છે. IMF રિપોટર્માં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦ દરમિયાન દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થામાં માત્ર ચીન જ એક માત્ર એવો દેશ હશે જેમાં ૧.૯%નો વૃધ્ધિદર નોંધાતો જોવા મળશે.

શેરોના બાયબેકસનો આંક

ગયા નાણાંકીય વર્ષને પાર…!!

વર્તમાન નાણાંવર્ષમાં શેરોના બાયબેકસનો આંક ગયા નાણાંકીય વર્ષને પાર કરી ગયો છે. ટીસીએસ તથા વિપ્રો દ્વારા મેગા બાયબેકની આવી પડેલી જાહેરાત બાદ બાયબેકસના આંકમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. વર્તમાન નાણાં વર્ષમાં અત્યાર સુધી કુલ રૂા.૨૮૪૩૦ કરોડના બાયબેકસની જાહેરાત થઈ છે, જે ગયા સંપૂર્ણ નાણાં વર્ષની સરખામણીએ ૪૨% વધુ છે. ગયા નાણાંવર્ષમાં ૨૦% ટેકસ લાગુ કરાતા બાયબેકસમાં ૬૪% ઘટાડો જોવા મળ્યો હતો.

કંપનીઓ તરફથી જોરદાર માગણી છતાં સરકારે આ ટેકસ પાછો ખેંચ્યો નથી, પરંતુ વર્તમાન નાણાંવર્ષમાં ડિવિડન્ડ ટેકસ માળખામાં ફેરબદલને કારણે બાયબેકસ માટે આકર્ષણ વધ્યું છે. શેરધારકોને વળતર પૂરૂં પાડવા બાયબેક્સ એક માધ્યમ બની રહ્યું છે. બાયબેકસને કારણે શેરધારકો ઉપરાંત પ્રમોટરોને પણ લાભ થાય છે. ફાઈનાન્સ એકટમાં જ્યારથી સુધારો કરાયો છે ત્યારથી બાયબેકસ શેરધારકોને મૂડી પરત કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની  રહ્યો છે.

કંપનીઓ દ્વારા ચૂકવાતા ડિવિડન્ડ પર હવે શેરધારકોએ ટેકસ ચૂકવવાનો રહે છે, જ્યારે બાયબેકસના કિસ્સામાં ડિસ્ટ્રીબ્યુટેડ ઈન્કમ પર કંપનીઓ ટેકસ ચૂકવે છે. ઊંચા પ્રમોટર હોલ્ડિંગ સાથેની તથા હાથમાં જંગી કેશ ધરાવતી વધુને વધુ કંપનીઓ આ વર્ષે બાયબેકસના વિકલ્પનો ઉપયોગ કરશે તેવી ધારણાં રખાઈ રહી છે.

એગ્રી કોમોડિટીની નિકાસમાં ૪૩%નો વધારો

કોરોના મહામારી, લોકડાઉનના પગલે આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જતાં ભારતીય અર્થતંત્ર તળિયે પટકાવાની બીજી તરફ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા (એપ્રિલ થી સપ્ટેમ્બર) દરમિયાન દેશમાંથી થતી એગ્રી કોમોડિટીની નિકાસમાં ૪૩%નો વધારો નોંધાતા આર્થિક મોરચે રાહતના સમાચાર સાંપડયા છે. પ્રતિકૂળતા વચ્ચે પણ પોઝિટવ વલણ જોવા મળતાં આગામી અર્ધવાર્ષિકમાં પણ એગ્રી કોમોડિટીની નિકાસમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે.

કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલ આંકડા મુજબ એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસ દરમિયાન દેશમાંથી એગ્રી – કોમોડિટીની નિકાસ ૪૩.૪% વધીને રૂા.૫૩,૬૨૬.૬૦ કરોડ રહી હતી. ગત વર્ષે સમાન સમય દરમિયાન કૃષિ નિકાસ રૂા.૩૭,૩૯૭.૩૦ કરોડ રહી હતી. સપ્ટેમ્બર – ૨૦૨૦ માસ દરમિયાન જ કૃષિ નિકાસ ૮૧.૭% વધીને રૂા.૯૨૯૬ કરોડ રહી હતી. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન રૂા.૫૧૧૪ કરોડ હતી. આમાં ગત માસ દરમિયાન પણ નિકાસમાં મોટા પાયે વધારો નોંધાયો હતો. કોરોના મહામારીના પગલે ઉદ્દભવેલ પ્રતિકૂળતાઓ વચ્ચે અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું હોવા છતાં સરકાર દ્વારા મહામારીના સમયે કૃષિક્ષેત્રે ભરાયેલા ચોક્કસ પગલાના કારણે દેશનું કૃષિક્ષેત્ર મહામારીની અસરથી મુક્ત રહ્યું હતું. આ ઉપરાંત સારા વરસાદની પણ સાનુકૂળ અસર થવા પામી હતી. નિકાસમાં થયેલ વધારાના કારણે બેલેન્સ ઓફ ટ્રેડ પણ રૂા.૯૦૦૨ કરોડની પોઝિટિવ સપાટીએ રહેતી હતી.

વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં

ઈ-કોમર્સ ક્ષેત્રના વોલ્યુમમાં ૩૧% વૃદ્ધિ…!!

વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના ઈ-કોમર્સ ક્ષેત્રની વોલ્યુમ વૃદ્ધિ ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૩૧% રહી છે. કોરોનાને કારણે ઘેરબેઠા માલસામાન મંગાવવાના વલણમાં થયેલા વધારાને કારણે આ વૃદ્ધિ જોવા મળી હોવાનું એક રિસર્ચ રિપોટર્માં જણાવાયું છે. લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળો પહેલો એવો ગાળો રહ્યો હતો જેમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વેપાર પ્રવૃત્તિ ચાલુ રહી હતી.

કોરોનાના કાળમાં દેશનું ઈ-કોમર્સ ક્ષેત્ર અપેક્ષા કરતા ઝડપથી વિકસી રહ્યું છે. ઈ-કોમર્સ ક્ષેત્રનું વિસ્તરણ આગળ જતા ટકી રહે છે કે કેમ તે જોવાનું રહેશે એમ રિપોટર્માં નોંધ કરવામાં આવી છે. કોરોનાની મહામારીએ દેશમાં રિટેલ ક્ષેત્રનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. રિટેલ ક્ષેત્રમાં ઈ-કોમર્સ આજે આગળ પડતું સ્થાન ધરાવતું થયું છે. દેશમાં કાર્યરત ઈ-કોમર્સ ખેલાડીઓ વધી રહેલા કામકાજને ધ્યાનમાં રાખી પોતાની ટેકનોલાજીને અપગ્રેડ કરવા સાથે મોટા પ્રમાણમાં ભરતી પણ કરી રહ્યા છે. વોલ્યુમ ઉપરાંત ઓર્ડરના મૂલ્યમાં પણ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨૪% વૃદ્ધિ જોવા મળી છે. દેશના દ્વિતિય તથા તૃતિય શ્રેણીના શહેરોના વપરાશકારોની ખરીદીની પદ્ધતિમાં થયેલા ફેરબદલે ઈ-કોમર્સના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here