રાજ્યો સાથે જનહિતના વિષયો પર સતત વાતચીત જરૂરી છે
નાણાં સંબંધિત મામલે રાજ્યોની રજૂઆતને પણ ધ્યાનમાં લેવામા આવે તે જરૂરી છે : નિમણૂંકોના મુદ્દે પણ નિયમિત વાતચીત થવી જોઇએ
અમારા બંધારણમાં જ સંઘવાદની અવદારણા આપવામાં આવેલી છે. આ કોઇ નવી શરૂઆત નથી અથવા તો કોઇ રાજકીય પક્ષ દ્વારા આપવામાં આવેલા નારા તરીકે પણ નથી. બલ્કે આને કહેવુ જોઇએ કે આ કેન્દ્ર સરકારની એક રણનિતી તરીકે છે. આખરે કેન્દ્ર સરકાર પણ સમજે છે કે રાજ્યોની સાથે સહકાર કર્યા વગર કોઇ પણ સરકાર ચાલી શકે તેમ નથી. રાજ્યોને બિલકુલ અધિકારો નથી તેવી પણ બાબત નથી. પરંતુ અમારી લોકશાહીમાં રાજ્યો કેટલાક મામલે કેન્દ્ર સરકાર પર આધારિત રહે છે. આ બાબતને આ રીતે સરળતાથી સમજી શકાય છે કે પૂર્વમાં કોંગ્રસની સરકાર રહેતી હતી. પરંતુ ત્યારબાદ બિન કોંગ્રેસી સરકાર કેન્દ્રમાં આવવા લાગી છે. આ સરકારોની વિચારધારા અલગ હોય છે. નિતીઓ પણ અલગ હોય છે. યોજનાઓ અને નિતીઓને અમલી બનાવવાની રીત પણ અલગ હોય છે. આવી સ્થિતીમાં સહકારાત્મક સંઘવાદને રણનિતી તરીકે કામમાં લેવામાં આવે છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ એવુ નથી કે રાજ્યોને બિલકુલ અધિકારો આપવામાં આવેલા નથી. પરંતુ અમારા દેશમાં જે રીતે લોકશાહી માળખુ વિકસિત થયું છે તેમાં અનેક મામલામાં રાજ્યો કેન્દ્ર પર આધારિત થઇ જાય છે. ખાસ કરીને મામલો જ્યારે નાણાંકીય રહે ત્યારે તો કેન્દ્રની નિર્ભરતા અનેક ગણી થઇ જાય છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય પ્રભાવની વાત છે તો હવે રાજ્ય પોતાના સ્તર પર સંશાધનો વિકસિત કરવામાં લાગેલા છે. રાજ્યો પોતાની પ્રગતિને લઇને વધારે સાવધાન રહ્યા છે. આ જ કારણ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં વિકાસની પ્રક્રિયા વધારે અસરકારક જોવા મળી શકે છે. વિદેશી મુડીરોકાંણ લાવવા માટે રાજ્યો સતત પ્રયાસ કરે છે. આવી સ્થિતીમાં રાજ્યો વચ્ચે સ્પર્ધા પણ વધી છે. આ સ્પર્ધા પણ સંઘવાદને પ્રભાવિત કરે છે. માત્ર ભારતમાં જ નહી બલ્કે અન્ય દેશોમાં પમ વધારે સારી ટેકનોલોજી ધરાવનાર મિજડિયાએ કેટલાક મોટા ફેરફાર લાવવામાં મોટી ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. પહેલા રાજ્યની વાત કેન્દ્ર સુધી પહોંચાડી દેવામાં સમય લાગતો હતો. પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે. તમામ બાબતો હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. જેતી ઝડપી કાર્યવાહી કરવા અને રાજ્યોની માંગના સંબંધમાં ઝડપથી નિર્ણય કરવા માટે દબાણ પણ રહે છે. આવી સ્થિતીમાં કેન્દ્ર રાજ્ય સાથે પહેલાથી જ વાતચીત પણ કરી લે છે. આ હાથ તો તે હાથ આપોની નિતી હેઠળ રાજયો અને કેન્દ્ર વચ્ચે વાતચીત થતી રહે છે. આની સીધી અસર સહકારાત્મક સંઘવાદ પર પણ પડે છે. જ્યા સુધી રાજ્યપાલોની નિમણૂંકની વાત છે પ્રથમ વખત રાજ્યપાલની નિમણૂંક અ રીતે કરવામાં આવી નથી. ભુતકાળમાં પણ આ રીતે કેન્દ્ર પોતાના સ્તરે ઇચ્છિત નિમણૂકો કરતુ રહ્યુ ંછે. કેન્દ્રમાં કોઇની પણ સરકાર હોય તે પોતાની રીતે નિમણૂંકો કરે છે. રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કર્યા વગર નિમણૂંકો કરવામાં આવતી રહી છે. બિહારમાં પણ આ જ ભાગરૂપે નિમણૂક કરવામાં આવી છે. જો કે જ્યારે અમે વાત સહકારાત્મક સંઘવાદની કરી રહ્યા છીએ ત્યારે રાજયપાલની નિમણૂંકો કરતી વેળા અથવા તો અન્ય કોઇ પણ મોટા નિર્ણય કરતી વેળા સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવે તે ખુબ જરૂરી છે. લોકશાહી મામલે આ ખુબ જરૂરી છે. આયોગ કહે છે કે હાલમાં એવુ ધ્યાન પર આવ્યું છે કે રાજ્યપાલોની વરણીના સંબંધમાં રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરવામાં આવતી નથી. કેટલાક કેસોમાં પણ નામ નક્કી કરવામાં આવ્યા બાદ જ માત્ર મુખ્યપ્રધાનની ઓફિસને જાણ કરવામાં આવે છે. રાજ્યપાલની વરણી કરતી વેળા ઉપરાષ્ટ્રપતિ અને લોકસબા સ્પીકરની મંજૂરી લેવામાં આવે તે પણ જરૂરી છે. આનાથી પસંદગીની પ્રક્રિયામાં વધારે પારદર્શકતા આવી શકે છે. રાજ્યની રજૂઆતને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કરવામાં આવેલી નિમણૂકને તાકાત તરીકે જોવામાં આવે તે યોગ્ય નથી. પોતાની નબળાઇને દબાવી દેવા માટે રાજ્યપાલની નિમણૂંકનો હથિયાર હાથમાં લીધો છે. રાજ્યો સાથે કોઇ પણ સંબંધિત વિષય પર વાતચીત ખુબ જરૂરી છે. આવી સ્થિતીમાં કેન્દ્ર સરકારની રણનિતી નક્કર અને પારદર્શક રહે તે જરૂરી છેતેમ તમામ નિષ્ણાંતો માને છે. મોદી સરકાર આવી ત્યારથી જુદા જુદા વિષય પર સતત ચર્ચા થતી રહી છે.