નિકાવા ગામે ન્હાવા પડેલા બે માસુમ બાળકોનાં ડુબી જતાં મોત

0
17
Share
Share

જામનગર, તા.૧૫

નાના વડાળા ગામ તરફ જવાના રોડની બાજુમાં આવેલ દેવીપુજક વાસના ઝુપડા પાછળ આવેલ પાણીના ભરેલ ખાડામાં રાધા તરશીભાઇ મંણદરીના દેવીપુજક ઉ.વ.૧૦ અને સની દેવાભાઇ ચારોલીયા દેવીપુજક ઉ.વ. ૬ આ બંને પાણીમાં રમતા-રમતા ન્હાવા પડતા ડુબી જતા બંનેનું મોત થવા પામેલ હતુ.

આ બનાવની જાણ ગામ લોકોએ ગામના સરપંચ રાજુભાઇ મારવિયાને કરતા ગામના સરપંચે તાત્કાલીક ગ્રામ્ય પોલીસ સ્ટેશનને જાણ કરતા જ નિકાવા ઓ.પી.ના જમાદાર આર.વી. ગોહીલ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી તપાસ કરી પી.એમ. માટે કાલાવડ હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here