નાસાના પર્સિવિયરેન્સ રોવરે મંગળ પરથી મોકલી પ્રથમ ઓડિયો ક્લિપ

0
19
Share
Share

વોશિંગ્ટન,તા.૨૩

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સોમવારે મંગળ ગ્રહ પરની પ્રથમ ઓડિયો જાહેર કરી. આ ઓડિયો નાસાના પર્સિવિયરેન્સ રોવર દ્વારા લેવામાં આવી છે, જેમાં હવાનો અવાજ રેકોર્ડ થયો છે. ઉપરાંત નાસાએ મંગળ ગ્રહ પર રોવર્સની લેન્ડિંગનો પ્રથમ વીડિયો પણ શેર કર્યો છે. અમેરિકી અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે, રોવરના મંગળ ગ્રહ પર લેન્ડિંગ  વખતે માઇક્રોફોન કામ નહોતું કરી રહ્યું, પરંતુ રોવર મંગળ પર ઉતરતાં જ માઇક્રોફોન ઓડિયો કેપ્ચર કરવા લાગ્યું હતું.

પર્સિવિયરેન્સના કેમેરા અને માઇક્રોફોન સિસ્ટમના લીડ ઇન્જિનિયર ડેવ ગ્રુએલે કહ્યું કે, દસ સેકન્ડના ઓડિયોમાં તમે જે અવાજ સાંભળી રહ્યાં છો તે હવાનો છે. જે મંગળ ગ્રહની સપાટી પર માઇક્રોફોન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું અને પૃથ્વી પર મોકલવામાં આવ્યું.

નાસા તરફથી શેર કરાયેલા વીડિયોમાં પર્સિવિયરેન્સ રોવર એક લાલ અને વ્હાઇટ રંગના પેરાશૂટની મદદથી સપાટી પર ઉતરે છે. આ વીડિયો ૩ મિનિટ અને ૨૫ સેકન્ડનો છે. આ વીડિયોમાં ધૂળના ઢગલા વચ્ચે રોવર સપાટી પર લેન્ડ કરતો જોવા મળી રહ્યો છે.

નાસાના જેટ પ્રોપલ્સન લેબોરેટરીના નિર્દેશક માઇકલ વાટકિંસે કહ્યું કે, આ પ્રથમ વખતે છે જ્યારે અમે માર્સ પર લેન્ડિંગ જેવી કોઇ ઇવેન્ટને કેપ્ટર કરવામાં સક્ષમ થયા હોય. તેમણે કહ્યું કે, આ ખરેખર કમાલનો વીડિયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here