અમદાવાદ,તા.૨૦
હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો લવ મેરેજ કરનારી યુવતીઓ માટે ખાંસ વાચવા જેવો છે. કારણ કે અમવાદની એક યુવતીને માતા પિતા વિરુદ્ધ જઈને લગ્ન કરવા મોંઘા પડ્યા છે અને હવે ભારે પછતાવો થઈ રહ્યો છે. કારણ કે હવે ન ઘરની ન ઘાટની ક્યાંયની નથી રહી અને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો છે. ઘટના એવી છે કે નારોલમાં પતિ-સાસુનાં ત્રાસથી કંટાળી એક યુવતીએ આપધાત કર્યો છે. શક અને વહેમ રાખી રાખી પતિ પત્નીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ યુવતીએ માતાપિતાની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. હદ તો ત્યાં થઈ ગઈ કે પતિ શક કરીને યુવતીને આખો દિવસ ઘરમાં પુરી રાખતો હતો અને ત્રાસ આપતો હતો. જ્યારે માતા-પિતાનો ફોન આવતો તો પણ સ્પીકર પર વાત કરવા દેતો હતો. ત્યારે હવે આ બધા ત્રાસથી કંટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો છે. માતાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે.