નારી અદાલત રાણપુર દ્વારા મહિલા ઉત્કર્ષ યોજનાની માહિતી આપવામા આવી

0
25
Share
Share

રાણપુર, તા.૯

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સંચાલિત રાણપુર નારી અદાલત અધ્યક્ષા લીલાબેન અંકોલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.જયા મહિલાઓના સામાજીક તેમજ અંગત પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.આની સાથે સાથે નારી અદાલતમાં મુલાકાતે આવનાર મહિલાઓને નારી અદાલત ના રાજ્ય કો-ઓડર્ીનેટર સોનલબેન ગઢવી ની સુચના મૂજબ મહિલાઓ પગભર બને તેમજ બહેનો નો વિકાસ થાય તે માટે સરકાર ની તમામ યોજનાની માહિતી આપવામાં આવી રહી છે.તાજેતરમા વડાપ્રધાન ના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરેલ મહિલા ઉત્કર્ષ યોજના ની માહિતી મળી રહે તે હેતુસર નારી અદાલત મુલાકાતે આવેલ બહેનો ને નારી અદાલત રાણપુરના તાલુકા કો-ઓડર્ીનેટર મકવાણા ચંદ્રીકાબેન તથા સમતા કમિટીના સભ્ય વોરા યાસમીન બેન દ્વારા નારી અદાલત મા યોજનાકીય બાબતે મુલાકાતે આવેલ બહેનોને માસ્ક વિતરણ કરેલ તથા મહિલા ઉત્કર્ષ યોજના અંગે માહિતી આપવામાં આવેલ તથા નારી અદાલતની બિન ખર્ચાળ ન્યાય વ્યવસ્થા વિશે જણાવવામાં આવેલ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here