નારાયણ સાંઈ સહિત પાંચ વિરુદ્ધ જેલમાં મોબાઈલ રાખવાની શંકાના આધારે ફરિયાદ

0
22
Share
Share

સુરત,તા.૨૪

રાજ્યની સૌથી અત્યાધુનિક લાજપોર મધ્યસ્થ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ચેકીંગ દરમિયાન બેરેક નંબર ૫ અને ૬૬ ની વચ્ચે શંકાસ્પદ હિલચાલ જણાતા બેરેક અને કોમન શૌચાલય-સ્નાનગૃહમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરાતા કોમન શૌચાલય નંબર ૨૨માંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

શૌચાલયના દરવાજા પાસેથી મળ્યો મોબાઈલદુષ્કર્મી નારાયણ સાંઈની બેરક પાસે શૌચાલયના દરવાજા પાસેથી સીમ અને બેટરી સાથે મોબાઈલ મળી આવ્યો હતો. હાલ સાધિકા સાથે દુષ્કર્મ મામલે નારાયણ સાંઈ લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો છે.

આ મોબાઈલ નારાયણ સહિત ૫ પાકા કામના આરોપી ઉપયોગ કરતા હોવાનું સામે આવતા સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નારાયણ સાથે મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગડીયા, તારીક કુત્બુદ્દીન સૈયદ, નવીન દલપત ગોહિલ નામના પાકા કામના કેદીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here