નારણપુરા વિસ્તારની દુકાનમાં લાગી ભીષણ આગ, ૮ લોકોને બચાવવામાં આવ્યા

0
26
Share
Share

અમદાવાદ,તા.૩
અમદાવાદશહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી દુકાનમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી હતી. વિસ્તારની દુકાનમાં સવારે છ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ ૪ મહિલાઅને ૪ પુરુષોનો ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કયુ કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે નીચે દુકાન છે અને ઉપર રહેણાંક મકાન છે સાથે સાથે જવા આવવાનો રસ્તો પણ એક જ હોવાથી મહા મહેનતે લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડના કુલ ૧૮ વાહનો આ ઓપરેશનમાં હાજર રહ્યા હતા. અંદાજીત ૭૦ હજાર લિટરનો પાણીનો મારો કરવામાં આવ્યો હતો, અને આગને કાબુમાં લેવામાં આવી હતી.
અમદાવાદના નારણપુરામાં આવેલી દુકાનમાં સવારે આગ લાગતા સમયસરની કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ લાગી ત્યાંથી આઠ જણાને હેમખેમ બચાવ્યા મચી. લાઇફ કેર હોસ્પિટલ નજીક આ દુકાનમાં સવારે છ વાગ્યાના અરસામાં આગ લાગી..આગની જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી.
આ દુકાનની ઉપર જ ઘર હતુ. ઘર અને દુકાનનો પ્રવેશ એક જ હતો.. આવામા દુકાનમાં આગ લાગતા ઉપર ઘરમા રહેલા આઠ જણા ફસાયા હતા. ફાયર વિભાગે ચાર મહિલા અને ચાર પુરૂષ સહિત આઠ જણાને હેમખેમ બચાવી લીધા હતા. રેસ્કયૂ માટે ઉપરના ઘરની ગ્રીલ તોડીને મહિલાનુ રેસ્ક્યૂ કરાયુ હતુ. પાર્લરમાં લાગેલી આગે આસપાસની બે દુકાનને પણ ઝપેટમાં લીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here