નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, પાંચ લોકોનો આબાદ બચાવ

0
20
Share
Share

વલસાડ,તા.૧

ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે ગાંધી માર્ગ પર એક જુનવાણી મકાન ધરાશાઈ થયું હતું. જો કે, સદનસીબે મકાન જે બાજુના મકાન પર પડ્યું તેમાં વસવાટ કરતા ૫ લોકોનો જીવ બચી ગયો હતો.

નારગોલ ગામમાં ચિંતન તન્ના વર્ષોથી લંડનમાં સ્થાઈ છે. ભારે વરસાદના પગલે ચિંતનભાઈનું જૂનું જર્જરિત ઘર ધરાશાયી થયુ હતું. આ મકાનનો કાટમાળ પાડોશમાં રહેતા જગદીશના મકાન પર પડ્યો હતો. જર્જરિત ઘરની દીવાલ પડતા તેમના ઘરના પરના પતરા અને દીવાલ તૂટી પડતા ભારે નુકસાન સાથે ઘર છત વિહોણું બન્યું હતું.

આ ઘટના અંગે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. તેમજ આ અંગે સરપંચ અને તલાટીને જાણ કરતા તેઓએ પણ નુકસાન પામેલા ઘરની મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી તેમને મળવાપાત્ર સરકારી સહાય અપાવવાની ખાતરી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here