નાપાક હુમલા અને ત્યારબાદ ઇન્કાર

0
25
Share
Share

પાકિસ્તાન વર્ષોથી ત્રાસવાદની સામે પગલાના મામલે અમેરિકા અને ભારત સહિત વિશ્વના દેશોની આંખમાં ધુળ નાંખવાનુ કામ કરે છે અને તેમાં તેને સફળતા પણ મળી છે. પાકિસ્તાનમાં અનેક હુમલાના માસ્ટરમાઇન્ડ જાહેરમાં વારંવાર નજરે પડે છે પરંતુ તેમની સામે કોઇ પગલા લેવાતા નથી. કટ્ટરપંથીઓ સતત ભારત વિરોધી નિવેદન પણ કર્યા રાખે છે. પાકિસ્તાનમાં ત્રાસવાદી કેમ્પો પણ યથાવત રહ્યા છે. પાકિસ્તાન પહેલા હુમલા કરાવે છે અને જ્યારે કોઇ ત્રાસવાદી પકડાઇ જાય છે ત્યારે ઇન્કાર કરી દે છે. વર્ષોથી તે આ ટ્રેક પર છે. વિશ્વના દેશો એક સાથે નહી હોવાના કારણે પાકિસ્તાનને આમાં સફળતા મળી રહી છે તેમ નિષ્ણાંતો નક્કરપણે માને છે.

આના કેટલાક દાખલ સામે આવી ગયા છે. નવો દાખલો ઉધમપુરનો છે. બીએસએફના કાફલા પર ભીષણ હુમલા  કરીને બીએસએફના બે જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા પછી જીવિત ઝડપાઇ ગયેલો ત્રાસવાદી મોહમ્મદ નાવેદ ભલે સાફ શબ્દોમાં કહી રહ્યો છે કે તે પાકિસ્તાનમાંથી આવ્યો હતો.  તેનો ઇરાદો માત્ર હિન્દુ લોકોને મારવાનો જ રહ્યો હતો. પરંતુ પાકિસ્તાન સરકાર અને મિડિયાએ આ સમાચારને વધારે મહત્વ આપ્યુ નથી. ત્યાના માત્ર બે અખબારો ડોન અને ધ નેસન દ્વારા આ સમાચારને એજન્સીને ટાંકીને અહેવાલ પ્રકાશિત કર્યા હતા. અન્ય અખબારોએ આ સમાચારને મહત્વ પણ આપ્યુ ન હતુ.  બ્રિટનના ડૈલી મેલે આ સમાચારને વિસ્તારપૂર્વક રજૂ કરીને પાકિસ્તાનના લોકો સુધી ચોક્કસપણે આ અહેવાલને પહોંચાડવામાં ભૂમિકા અદા કરી  હતી.  પાકિસ્તાન આવા અહેવાલો પર ધ્યાન આપવા કેમ ઇચ્છતુ નથી. પાકિસ્તાનના અધિકારીઓ આ અંગે શુ કહે છે. પાકિસ્તાની ત્રાસવાદીઓની એક ટેવ રહી છે. આ ત્રાસવાદીઓ પહેલા ઇન્કાર કરે છે  અને મોડેથી પોતે જ તમામ રાજ જાહેર કરે છે. પાકિસ્તાની મિડિયાએ જાણી જોઇને ઉધમપુરના ત્રાસવાદી હુમલાને નજરઅંદાજ કરી દીધો હતો. ત્યાંની સરકાર ગુરદાસપુર અને ઉધમપુર અને પઠાણકોટ એરફોર્સ બેઝ પર ત્રાસવાદી હુમલામાં કોઇ ભૂમિકા હોવાનો ઇન્કાર કરે છે. સાથે સાથે ત્યાંના અખબારો પર પણ દબાણ લાવવામાં આવે છે. પાકિસ્તાનની કેટલીક બાબત હવે સર્વસામાન્ય બની છે. જે પૈકી એક બાબત એ છે કે પહેલા તે હુમલા કરાવે છે અને ત્યાર બાદ તેના ત્રાસવાદી જ્યારે પણ કોઇ પકડાઇ જાય છે ત્યારે તે વ્યક્તિ તેના હોવાનો સાફ ઇન્કાર કરી દે છે. મુંબઇમાં ભીષણ ત્રાસવાદી હુમલાને અંજામ આપનાર ૧૦ ત્રાસવાદીઓના મુદ્દે પણ પાકિસ્તાને આવુ વલણ અપનાવ્યુ હતુ. મુંબઇ હુમલા વેળા જીવતા ઝડપાઇ ગયેલા ત્રાસવાદી કસાબને પાકિસ્તાની નાગરિક તરીકે સ્વીકારવાનો પાકિસ્તાન સરકારે સાફ ઇન્કાર કર્યો હતો.જો કે એફઆઇએના પૂર્વ વડા તારીક  ખોસા સાફ શબ્દોમાં કહી ચુક્યાછે કે આની પાછળ પાકિસ્તાનનો હાથ હતો. આ પહેલા પાકિસ્તાનની સરકારે કારગીલ યુદ્ધ દરમિયાન પોતાના સૈનિકોના મૃતદેહ લેવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. મુશર્રફે કહ્યુ હતું કે મુઝાહીદ્દીન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પ્રશ્ન એ કરવા જેવો છે કે ૧૮ હજાર ફુટની ઉંચાઇ પર મુઝાહીદ્દીન ભારતીય જવાનો સામે લડી રહ્યા હતા. જો કે મુશર્રફની બાબતનો પણ પર્દાફાશ તેમના જનરલ શાહિદ અજીજે કર્યો હતો. અજીજે અહી સુધી કહ્યું હતુ કે મુશર્રફે કારગીલ યુદ્ધ અંગે તમામને અંધારામાં રાખ્યા હતા. કારગીલ પહેલા વર્ષ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની ઇજ્જત ખરાબ થઇ હતી. તમામ બાબતો પાકિસ્તાનના કેટલાક જવાનો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી આ સમગ્ર મામલો પાકિસ્તાનની સેનાએ દેશથી છુપાવીને રાખ્યો હતો. તેમને એમ પણ કહ્યુ કે ભારત પાકિસ્તાનને બદનામ કરે છે. પરંતુ હામુદ ઉર રહેમાન કમીશનના અહેવાલમાં તમામ સાચી હકીકત સપાટી પર આવી ગઇ હતી. આ અહેવાલમાં સાફ શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે પાકિસ્તાનના કારણે બાંગ્લાદેશમાં આગ લાગી હતી અને ત્યાં બળવો થયો હતો. પાકિતાન દ્વારા જ જ ત્યાં હત્યાકાંડને અજામ આપ્યાની વાત પણ કરવામાં આવી હતી. ૩૦ વર્ષ સુધી આ અહેવાલને દબાવીને છુપાવીને રાખવામાં આવ્યો હતો. પરંતુ આ અહેવાલની વિગત આખરે પ્રકાશિત થઇ ગઇ હતી. એવા અહેવાલ પણ સપાટી પર આવ્યા કે પાકિસ્તાની સેનાને શરણાગતિ સ્વીકારતી વેળા ભારતને અહીં સુધી કહ્યું હતું કે તેમના હથિયારો પરત કરી દેવામાં આવે જેથી તેમના દેશમાં શરમજનક સ્થિતીમાં મુકાઇ જવાની જરૂર ન પડે. આવી જ રીતે પાકિસ્તાને ૧૯૬૫માં મુજાહીદ્દીનના વસ્ત્રોમાં પાકિસ્તાની સેના મોકલી હતી. તેમને કાશ્મીરમાં પકડીને જેલમાં પુરી દીધા હતા. આ બાબત સાથે પણ પાકિસ્તાને પોતાને અલગ કરીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના જ ગૌહર અયુબ ખાને આ બાબતની કબુલાત કરી લીધી હતી. વર્ષ ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને કબીલાઓ મોકલ્યા હતા અને આ અંગે ઇન્કાર કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here