નાની સાળીના પ્રેમમાં પડતા પત્ની દ્વારા પોલીસ ફરિયાદ

0
18
Share
Share

રાજકોટ,તા.૧૨
રાજકોટમાં એક બાદ એક સ્ત્રીઓ પરના અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટની પરણીતાએ પોતાના અમદાવાદ રહેતા સાસરીયાઓ સામે બે વર્ષમાં બીજી વખત ફરિયાદ દાખલ કરી છે. તો સાથેજ પોતાના પતિ પર સનસનીખેજ આરોપો પણ લગાવ્યા છે. રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સીટીની પાછળ ડ્રીમ સીટીમાં માવતરના ઘરે રહેતી જીજ્ઞાબેન દેવરાજભાઈ રામાનુજ નામની પરિણીત મહિલાએ પોતાના અમદાવાદ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પરિણીત મહિલાએ પોતાના પતિ દેવવ્રત હરેશભાઈ રામાનુજ, સસરા હરેશ ઓધવજીભાઈ રામાનુજ તેમજ સાસુ અલકાબેન અને નણંદ અરુણાબેન અને સપનાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી જીજ્ઞાબેને જણાવ્યું છે કે, તેણીના લગ્ન વર્ષ ૨૦૧૩માં ૧૯ જાન્યુઆરીના રોજ થયા હતા. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે. લગ્ન બાદ હું મારા પતિ સાથે રહેતી હતી લગ્નના ચાર વર્ષ બાદ અમે બધા અમદાવાદ રહેવા ગયા હતા. હું મારા સાસરિયાઓને પહેલેથી જ ગમતી નહોતી. જેથી તેઓ મને હર હંમેશ શારીરિક-માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જેના કારણે હું કંટાળીને ૨૧ જાન્યુઆરી ૨૦૧૯માં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અંગે ઘર મળે સમાધાન થઇ જતાં મે કોર્ટ કેસ પાછો ખેંચી લીધો હતો. પરંતુ પોલીસ કેસ પાછો ખેંચી લેતાં ભૂતકાળમાં મેં જે કેસ કર્યો હતો તેનો ખાર રાખી નાની નાની બાબતોમાં મારા સાસરિયા પક્ષના લોકો મને હેરાન કરતા હતા. મારા નાના નણંદ સપનાબેન જયદીપભાઇ કુબાવતના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેઓ અમારા જ ઘરે રહેતા હતા અને ઘરમાં કોઈપણ જાતનું કામ પણ કરતા ન હતા. મારા પતિ દેવ વ્રત હરેશભાઈ રામાનુજ મને મારી નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવાનું પણ દબાણ કરતા હતા. ગત ૩ સપ્ટેમ્બરના રોજ મારી સાથે ઝઘડો કરીને તેમને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here