રેણુકા શહાણેએ બાળપણની કેટલીક વાતો જાહેર કરી
લોકો તેમનાં બાળકોને તેની સાથે રમવા નહોતા દેતાં કારણ કે તે એક તૂટી ગયેલા પરિવારમાંથી આવતી હતી
મુંબઈ, તા.૨૩
રેણુકા શહાણે એ કહ્યું કે, નાનપણમાં તે ઘણું ખરાબ અનુભવતી હતી. જ્યારે લોકો તેમનાં બાળકોને તેની સાથે રમતા રોકતા હતાં. લોકો અમને જોઇને કહેતાં કે હું તુટેલાં પરિવારમાંથી આવું છું. બાળકોની પરવરિશ માટે માતા પિતા બંનેું હોવું જરૂરી છે. પણ આ સુખ ઘણાં બાળકોને મળતું નથી. તેમાની એક છે રેણુકા શહાણે. ૮ વર્ષની ઉંમરમાં માતાપિતાથી અલગ થઇ ગઇ અને તેનું દુખ મને આજે પણ છે.
હાલમાં જ તેણે તેનાં બાળકપણની કેટલીક વાતો જાહેર કરી હતી. બાળપણમાં તેનાં માતા પિતાનાં છુટાછેડા થઇ ગયા હતાં. જેનો તેમનાં જીવન પર ઉંડો અસર પડ્યો હતો.
તેમનું દુખ જાહેર કરતાં કહ્યું કે, સમાજ તેમની સાથે ભેદભાવ કરતો હતો. લોકો તેમનાં બાળકોને તેની સાથે રમવાં નહોતા દેતાં. કારણ કે તે એક તુટેલા પરિવારમાંથી આવતી હતી. રેણુકા શહાણે એ તેનાં બાળપણની કહાની નેટફ્લિક્સનાં એક સ્પેશલ એપિસોડમાં જણાવી હતી. રેણુકાએ જણાવ્યું કે, મારા માતા પિતા તે સમયે અલગ થયા જ્યારે મારી ઉંમર ૮ વર્ષની હતી. લોકો અમને જોતા અને કહેતા કે અમે તુટેલાં પરિવારમાંથી આવીએ છીએ? અહીં સુધી કે લોકો તેમનાં બાળકોને કહેતાં કે, તેઓ અમારી જોડે ન રમે. કારણ કે અમે તુટેલાં પરિવારમાંથી આવીએ છીએ. આ એવું હતું કે, તેઓ મારી સાથે રમશે તો પછી તેમનો પરિવાર તુટી જશે. ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચુકેલી રેણુકા હવે ડિરેક્શનમાં પગ મુકી રહી છે. તેણએ કાજલનાં લીડ રોલ વાલી ફિલ્મ ત્રિભંગાનું ડિરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં કાજોલ એક ઓડિસી ડાન્સર છે. કાજોલ ઉપરાંત ફિલ્મમાં તનવી આઝમી અને મિથિલા પાલકર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઇ છે.