નાના વરાછા રામજી મંદિરમાં ઉજવાતી કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ઘરે જ ઉજવવા અપીલ

0
28
Share
Share

સુરત,તા.૧૦

નાના વરાછા વિસ્તારમાં તાપી નદીના કાંઠે આવેલા રામજી મંદિરમાં આ વર્ષે મહારાજ કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવશે નહીં. કોરોના સંક્રમણના પગલે લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાખી અખાડાના કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ ભાવિકો ઘરે રહીને ધૂન કરીને ઉજવે તેવી વિનંતી મંદિર દ્વારા કરવામાં આવી છે.

કોરોનાની મહામારી થોડા ઘણા અંશે સુરતમાં ઓછી થઈ છે. જો કે, ફરી કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પણ જાહેર ઉજવણીના કાર્યક્રમો ન યોજવા જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાખી અખાડાના મહારાજ કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિની ઉજવણી મંદિરમાં ન કરવા આહવાન કરવામાં આવ્યું છે. દર વર્ષે ૪ થી ૫ હજારથી વધુ લોકોનો ભંડારો, ગરીબોને અનાજની કીટ વિતરણ સહિતના કાર્યક્રમો પણ થતા હતાં. જે આ વર્ષે બંધ રાખીને ભાવિકોથી ઘરેથી જ થાય તેટલી સેવા કરવા કહેવામાં આવ્યું છે.

દરેક તહેવાર હાલ તો કોરોના કાળમાં સાદાઈથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે દર વર્ષે રામજી મંદિરે કલ્યાણદાસ બાપુની પુણ્યતિથિ નિમિતે યોજાતા વિવિધ કાર્યક્રમો આ વખતે રદ્દ કરવાની વાત કરવામાં આવી છે. આ વર્ષે કોરોનાની મહામારીને લઈ પુણ્યતિથી સાદાઈથી ઉજવવાની સાથે ભાવિકોને ઘરે બેસી પ્રભુ નામ સંકિર્તન કરવાની સાથે પુણ્યતિથિ ઉજવવા મંદિરના મહંત અખિલેશ દાસ બાપુ દ્વારા આહવાન કરાયુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here