નાના કદના ઉપયોગી ગેજેટ્‌સ

0
30
Share
Share

ક્યુટવોકી ટોકી, સ્મોલેસ્ટ વોઇસ ચેન્જર

નવા નવા ગેજેટ્‌સની બોલબાલા પણ હાલમાં જોવા મળી રહી છે. કેટલાક એવા ગેજેટ્‌સ છે જે બાળકોની સાથે સાથે મોટી વયના તમામ લોકોને પણ પસંદ પડે છે. આવા જ ગેજેટ્‌સ ક્યુટ વોકી ટોકી અને સ્મોલેસ્ટ વોઇસ ચેન્જર પણ છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાના સૌથી નાના વોકી ટોકી છે. ચાર સેન્ટીમીટર લાંબા અને ત્રણ સેન્ટીમીટર પહોળા વોકી ટોકી છે. જેને સૌથી નાના કદના વોકી ટોકી તરીકે ગણી શકાય છે. આ ધુનિક વોકી ટોકીમાં તમામ સુવિધા રહેલી છે. તે ૧૦૦ ફુટના અંતરથી કામ કરે છે. આને તમે પોતાના ઘરના બગીચાથી ઘરના કોઇ રૂમ સુધી ઉપયોગ કરી શકાય છે. આ આપના કામ તો આવી જ શકે છે સાથે સાથે બાળકોના કામમાં પણઁ આવી શકે છે. બાળકો માટે ઉપયોગી ગિફ્ટ હોઇ શકે છે. તે સામાન્ય નવ વોલ્ટની રિચાર્જેબલ બેટરીથી ચાલી શકે છે. આવી જ રીતે અન્ય એક ગેજ્ટસ સ્મોલેસ્ટ વોઇસ ચેન્જર છે. આ એક એવા મેગાફોન તરી છે જે જેની મદદથી તમે ચાર જુદા જુદા પ્રકારના અવાજ કાઢી શકો છો. આ ગેજેટ્‌સ બાળકોને ખુબ પસંદ પડે તેમ છે. આ સાધન પણ બેટરીની મદદથી ચાલે છે. તેના પાછળના હિસ્સાથી જ્યારે મો લગાવીને બોલવામાં આવે છે ત્યારે આપના અવાજ અને પીચને તેમજ ટોનને બદલીને રોમાંચક અવાજ બનાવી શકે છે. તેમાં કન્ટ્રોલ આપવામાં આવ્યા છે. જેની મદદથી તમે પિચ અને ટોનને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. સ્મોલેસ્ટ વોઇસ ચેન્જર ઉપયોગી ગેજેટ્‌સ તરીકે છે. આ એવા પ્રકારના ગેજેટ્‌સ છે જે બાળકોને ખુબ પસંદ પડી રહ્યા છે. આધુનિક સમયમાં મોટા ભાગની ટેકનોલોજી કંપનીઓ જુદા જુદા પ્રકારના ગેજેટ્‌સ બનાવીને બજારમાં રજૂ કરે છે. તમામ વર્ગના અને તમામ વયના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઇને આ પ્રકારના ગેજેટ્‌સ તૈયાર કરવામાં આવે છે. ક્યુટ વોકી ટોકી અને સ્મોલેસ્ટ વોઇસ ચેન્જર પણ આ દિશામાં જ તૈયાર કરવામાં આવેલા ગેજેટ્‌સ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here