૨૦ વર્ષ જૂના ખાનગી વાહનો અને ૧૫ વર્ષ જૂના જાહેર વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે
ન્યુ દિલ્હી,તા.૧
નાણામંત્રીએ બજેટ ૨૦૨૧માં વોલેન્ટરી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે. વહાનના ફિટનેસને આધારે ખાનગી વાહન માટે ૨૦ વર્ષ અને કોમર્શિયલ વાહન માટે ૧૫ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું હતું ઇંધણની ખપત ઓછી કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવશે. આ માટે રોડ મંત્રાલય તરફથી અલગથી માર્ગદર્શિકા અને વધુ માહિતી જાહેર કરવામાં આવી છે.
નાણામંત્રીની જાહેરાત પ્રમાણે વ્યક્તિગત વાહનના કેસમાં ૨૦ વર્ષ અને કોમર્શિયલ વાહનના કેસમાં ૧૫ વર્ષ બાદ આ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે આ જરૂરી છે. આ માટે સરકારે નીતિ તૈયાર કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ બંને કેસમાં વાહનોનું ફરીથી રજિસ્ટ્રેશન કરવા માટે સરકાર મોટી ફી લઈ શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આવા કેસમાં વાહનની નોંધણી કરાવવાનો ચાર્જ ૧૫ હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.