નાગરોટા આતંકી ષડ્યંત્રણઃ ભારતે પાક.દૂતાવાસ પ્રભારી વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૧

નગરોટામાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર ભારતએ કડક વલણ અપનાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક બાદ શનિવારે ભારતે પાકિસ્તાનના દૂતાવાસ પ્રભારીને બોલાવ્યા અને આતંકી ઘટના પર કડક વિરોધ વ્યક્ત કર્યો.

તમને જણાવી દઇએ કે ગત વર્ષે પુલવામા એટે ક બાદ બંને દેશોમાં હાઇ કમિશન તૈનાત નથી. એવામાં બંને દેશોના દૂતાવાસ પ્રભારી એંબેસીનું કામ સંભાળી રહ્યા છે. નગરોટા એટેકમાં મૃત્યું પામેલા ચારેય આતંકવાદી પાસેથી પાકિસ્તાનની કંપનીએ બનાવેલા મોબાઇલ મળી આવ્યા છે. આ સાથે જ મળી આવેલા ઘણા બીજા સામાન પરથી આ હુમલામાં પાકિસ્તાન અને જૈશ એ મોહમંદનું કાવતરું સામે આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીની શુક્રવારે સાંજે દેશની સુરક્ષા એજન્સીઓના પ્રમુખો સાથે બેઠક બાદ વિદેશ મંત્રાલયએ શનિવારે સવારે પાકિસ્તાનના દૂતાવાસ પ્રભારને બોલાવ્યા અને તેમને નગરોટા હુમલામાં પાકિસ્તાની મિલીભગત પર કડક વિરોધ વ્યક્ત કર્યો. આ અવસર પર પ્રભારીને એક પ્રોટેસ્ટ નોટ પણ સોંપી હતી. જેમાં જૈશ એ મોહંમદ તરફથી કરવામાં આવેલા નગરોટા હુમલા પર ઉડી ચિંતા વ્યક્ત કરવામાં આવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here