નાકરાવાડી ગામે કુવામાં ઝંપલાવી પ્રૌઢનો આપઘાત

0
18
Share
Share

રાજકોટ તા. ૧૪

શહેરના કુવાડવા પાસે આવેલા નાકરાવાડી ગામના કુવામાં પ્રૌઢે અકળ કારણોસર કુવામાં ઝંપવલાવી આપઘાત કરી લીધાની જાણ થતા કુવાડવા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાકરાવાડી ગામના ૭૦ ફુટ ઉંડા કુવામાં અજાણ્યા પ્રૌઢની લાશ તરતી હોવાની ગ્રામજનોએ જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે. પાંડાવદરા ઘના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ વિભાગની ટીમને જાણ કરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ફુલાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આપઘાત કરનાર મુકેશ નરસી બહુકીય હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here