નાંણોદના ગામોમાં ડેમના પાણી ફરી વળતા નુકશાનથી જગતનો તાત ચિંતામાં

0
30
Share
Share

નાંણોદ,તા.૦૨
રાજ્યમાં અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગુજરાતના ડેમો અને જળાશયો છલકાયા છે. ત્યારે બીજી તરફ નર્મદાના નાંણોદ તાલુકાના ગામોમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોના ખેતરમાં ડેમના પાણી ફરી વળ્યા છે. આ કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. નોંધપાત્ર છે કે પાણી છોડવામાં આવતા કેળા, પપૈયા, કપાસ, તુવેર, મગ, કપાસ અને શેરડીના પાકને નુકસાન થયુ છે. ધાનપોરમાં ૩૦૦ હેક્ટર વિસ્તારમાંમાં પાકને અસર થઈ છે. આ સિવાય હજરપરા, નિકોલી, નવપરા, સિસોદ્રા અને ધમનાછ જેવા ગામમાં નદીના પાણી ભરાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here