નસવાડી,તા.૯
કમોસમી વરસાદથી નસવાડી જીનિંગ મિલમાં રાખવામાં આવેલી કપાસની ગાંસડીઓ પલળી છે. નસવાડી જીનિંગમાં ભારતીય કપાસ નિગમની ૪૦૦ કપાસની ગાંસડીઓ રાખવામાં આવી છે.હવામાન વિભાગની વરસાદની આગાહી છતાં પણ જાણે હવામાન વિભાગની આગાહી પ્રત્યે ધ્યાન ન આપ્યુ હોય તેમ ખુલ્લામાં રહેલી કપાસની ગાંસડી પલળી છે.વરસાદથી ખેડૂતોને ખેતીમાં પણ નુકશાન થયુ છે.