નશાકારક ઔષધો ને જાકારો આપી એક તંદુરસ્ત સમાજ નુ નવનિર્માણ કરીએ.

0
26
Share
Share

આદર્શ અમદાવાદ’ એ અમદાવાદ ના નગરજનોની સ્વૈછિક સેવા અને સહયોગથી સમાજ ઘડતર અને આદર્શ સમાજ નિર્માણ નુ કાર્ય કરવાનો નિષ્ઠા ભર્યો નમ્ર પ્રયાસ છે. તેઓ ની વિનામુલ્યે અપાતી સેવાઓનો લાભ શહેરના નગરજનોને નાત, જાત, ધર્મ, સંપ્રદાય કે આર્થિક ભેદભાવ વિના નિયમિત મળે છે. આ સંસ્થાના સાથ સહકાર થી તારીખ ૨૩/૧૦/૨૦૨૦ ના રોજ  નશાકારક ઔષધો – એક મનોવિસ્લેષણ  વિષય ઉપર નશાકારક ઔષધો ની માદક અસરો અને તેના વ્યાપક દુરુપયોગ બાબતે જન જાગૃતિ અને માર્ગદર્શન માટે ના હેતુ થી  એક જાહેર વેબ સેમીનાર નુ આયોજન રાખવામા આવેલ હતુ.  કાર્યક્રમ ના મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના નિવૃત નાયબ કમિશ્નર શ્રી અનિલ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા. વિષયની અગત્યતાને ધ્યાનમા લઇ તમામ નશાકારક ઔષધો ને તેઓએ મુખ્યત્વે ત્રણ કેટેગરી મા વહેંચી દરેકના ફાર્માકોલોજી, ફાર્માકોડાયનેમીક્સ, ફાર્માકોકાયનેટીક્સ  અને ફાર્માકોથેરાપ્યુટીક્સ બાબતે સામાન્ય લોકો ને સમજી શકાય તેવી રીતે સાદી ભાષામા સચોટ અને સવિસ્તર માહીતિ રજુ કરી હતી.

ગાંજો, ચરસ, એલ.એસ.ડી. મરિજુઆના, તમાકુ, હેરોઈન, કોકેઈન, અફીણ, એક્સ્‌ટસી, મેથાએમફીટામાઇન, આલ્કોહોલ જેવા માદક દ્રવ્યો અને નશીલા ડ્રગના ઉપયોગથી શરુઆતમાં આનંદનો અનુભવ થાય છે અને ચિંતા ઓછી થતી હોય તેવો અહેસાસ થાય છે પણ ખરી રીતે એ વસ્તુને લઈને ચિંતા વધે છે. માદક દ્રવ્ય લેવાથી જીંદગીની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ ઓછી થાય છે. આવી પરિસ્થિતીમાં માદક દ્રવ્ય લેવાનું વિષચક્ર ચાલુ થાય છે અને એક ખોટા પ્રકારની રાહત મળવાની સંવેદના થાય છે અને ગુલામી કરવાની જરુરીયાત એક મજબુત દબાણ કરે છે. જે શારિરીક પરાધીનતા કરતા વધારે છે. સ્પર્ધાત્મક રમત ગમત ના ક્ષેત્રે પણ ખેલાડીઓ મા એનાબોલીક સ્ટેરોઈડનો દુરુપયોગ થાય છે. માદક દ્રવ્યના સેવન થી માણસ કદી પણ આબાદ થયો નથી બલ્કે સર્વ રીતે બરબાદ થાય છે. તેની પાછળ માણસ પૈસા વેડફે છે, તબિયત બગાડે છે, પુષ્કળ દુઃખી થાય છે અને છેવટે મૃત્યુ ને વહેલુ બોલાવે છે. જે કોઇ વ્યક્તિ માદક દ્રવ્યનુ સેવન કરે છે એ વારંવાર આ દવા લેવાનો આગ્રહ રાખે છે એ જાણવા છતા પણ કે આમ કરવાથી આનુ પરિણામ કેટલુ ખરાબ આવશે. આનો અર્થ એ કે તેને માદક દ્રવ્યનું સેવન કરવાથી દુર રાખવાથી એ આ વ્યસન છોડી નહી શકે. મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન બની વ્યસનનો આશરો લે છે.

લાંબાગાળે થતા શારિરીક, સામાજિક અને આર્થિક નુકશાનો સમજાવી તેઓ એ આ પ્રકાર ના વ્યસન  બાળ અપરાધ, ઘરેલુ હિંસા,બળાત્કાર, ઘરફોડ ચોરી અને  હુમલા સહિતના ગુનાહિત અપરાધો કરવાના વિશેષ જોખમ સાથે સંલગ્ન ગણાવ્યા હતા. નશાકારક દ્રવ્યો ના વ્યસનો શરીરના લગભગ તમામ અવયવોને નુકસાન કરે છે. કાયમનો દુરુપયોગ  કુપોશોષણ, જાતિય નબળાઇ, કેન્દ્રીય ચેતાતંત્ર અને ગૌણ ચેતાતંત્રમાં નુકશાન, વિસ્મૃતિ, અન્ય શારીરિક અસરોમાં  રક્તવાહિનીનો રોગ, મદ્યજનિત યકૃત રોગ, કેન્સર ઉત્પન્ન કરતા જોખમો અને હ્રદયરોગ માટે છેવટે જીવલેણ બની શકે છે. માદક પદાર્થનો ઉપયોગ ક્યારેય જ્ઞાતિ, ધર્મ, ભાષા, ઉમર કે પ્રાંત જોતો નથી. હવે આ દૂષણ ભારતમાં માત્ર અમુક સમાજમાં પ્રચલિત ન રહેતા મોટા શહેરોમાં યુવાનોમાં પણ પ્રવેશી રહ્યું છે. યુવાનો અને ટીનેજ બાળકો નશાકારક ચીજોના વધારે ભોગ બની રહ્યા છે અને તેને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે. સમાજમા અન્ય વર્ગમા પણ આ દુષણ દિન પ્રતિદીન વધતુ જાય છે.

તાજેતરમા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ મા થી  બહાર આવેલ નશાકારક ઔષધો ના વ્યસન ના અહેવાલો નો ઉલ્લેખ કરી શ્રી કક્કડ એ આ વેબ સેમીનાર ના માધ્યમ થી જાહેર જનતા જોગ સંદેશ આપતા જણાવ્યુ હતુ કે કોઇ પણ પ્રકાર નુ વ્યસન એ એક એવો સમુદ્ર છે કે જેનો કોઇ કિનારો નથી, એક એવુ વમળ છે જે જેનાથી કોઇ છુટકારો નથી અને એક એવો દૈત્ય છે કે જે ના થી કોઇ બચાવ નથી. દેશના નવ નિર્માણ ના હિતમા માતા, પિતા,વાલીઓ, શિક્ષકો  અને સમાજના અગ્રણીઓ આ બાબતે એક બની સાવચેતી દાખવે અને યુવાપેઢીને ગેરમાર્ગે જતાં અટકાવે એ જ કદાચ આજ ના દિવસ નો તકાજો છે. કાર્યક્રમ ના ઇન ચાજર્ શ્રી ભરત દોશી એ સમગ્ર પ્રસંગ નુ સફળતા પૂર્વક સંચાલન કર્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here