નવીદિલ્હીમાં ઈઝારાયલની એમ્બેસી પાસે આઈડી વિસ્ફોટ

0
35
Share
Share

કોઈ જાનહાની નહીં, પાર્ક કરેલી ૪-૫ કારના કાંચ તૂટી ગયા, વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું

નવી દિલ્હી, તા. ૨૯

બ્લાસ્ટમાં ચાર થી પાંચ કારને નુકસાન થયુ હોવાના અહેવાલ

દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક આઇઇડી  બ્લાસ્ટ, મોટી જાનહાની ટળી

દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે આઇઇડી બ્લાસ્ટ થયાના સચ્માચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો હતો અને તેમાં કોઈને ઈજા થઈ નથી. બ્લાસ્ટને કારણે ચાર-પાંચ કારને નુકસાન થયું છે.

દિલ્હી પોલીસે ની સ્પેશિયલ સેલની ટીમ પણ અત્યારે હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે પ્રાથમિક માહિતી દિલ્હી પોલીસ દ્વારા મળી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર નથી. દિલ્હી પોલીસ દ્વારા બ્લાસ્ટ ના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.

જ્યાં એક બાજુ રાજધાનીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને રાજધાનીના વિજય ચોકમાં ભારતીય સુરક્ષા દળો તેમની પરંપરાગત બિટિંગ ધ રીટ્રીટ સેરેમની ઉજવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટની ઘટનાને લઈને વધુ સાવચેતી રાખવાની જરૂર ઊભો થઈ હોય તેવુ જણાઈ રહ્યું છે.

દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંઘર્ષ અને હિંસાના દ્રશ્યો સર્જાવા લાગ્યા છે. એવામાં રાજધાની દિલ્હીના સૌથી પોશ વિસ્તાર ઔરંગઝેબ રોડ પર ઇઝરાયલ એમ્બેસી પાસે શુક્રવાર સાંજે  આઈઈડી વિસ્ફોટ થતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. વિસફોટ સ્થળ વિજય ચૌકથી આશરે દોઢ કિમી દૂર હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ બ્લાસ્ટના પૂરાવા મેળવવાના પ્રયત્ન કરી રહી છે. જ્યારે દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને જડબેસલાક સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ વિસફોટ સામાન્ય હતો, જેમાં કોઇ ઘાયલ થયુ ન હતું, પરંતુ આસપાસ પાર્ક કરેલી ચારથી પાંચ કારોના કાચ તૂટી ગયા હતા. દિલ્હી પોલીસ મુજબ શુક્રવારે સાંજે ૫.૪૫ વાગ્યે બ્લાસ્ટ અંગે માહિતી આપવા કોલ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨એ દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસીની કાર પર બોમ્બ હુમલો થયો હતો. આ હુમલામાં ઇઝરાયલી દૂત અને ડ્રાઇવર સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. આ હુમલા માટે જવાબદાર એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here