નવા વર્ષમાં ખુશી હવે પરત ફરે

0
19
Share
Share

કોરોનાએ વર્ષ ૨૦૨૦માં તમામ તહેવાર-ઉજવણીને ખોરવી નાંખી
કોરોના પર બ્રેક લાગે અને દેશ અને દુનિયા ફરીવાર ઝડપી આર્થિક ગતિવિધી પર પરત ફરે : રોજગાર વધે, ગરીબી દુર થાય તેવી આશા
કોરોના મહામારીના કારણે તમામ તહેવારો અને ઉજવણી પર વર્ષ ૨૦૨૦માં બ્રેક મુકી દિધા બાદ નવા વર્ષમાં ફરી એકવાર અંધકાર દુર થાય અને તમામ લોકોના જીવનમાં દિવાળીની રોશની આવે તેવી આશા રાખીએ છીએ. કોરોના મહામારીના કારણે દુનિયાના અર્થતંત્ર તુટી ગયા છે. જેમાં સુપર પાવર અમેરિકા પણ સામેલ છે. લાંબા સમય સુધી લોકડાઉન અને ત્યારબાદ અનલોકની ધીમી ગતિથી અને સાવધાની પૂર્વક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં હજુ સુધી દેશમાં તેજી આવી શકી નથી. વર્ષ ૨૦૨૦ ખુબ જ આઘાતજનક ગયા બાદ નવા વર્ષમાં નવી આશા રાખીએ છીએ. બોલિવુડમાં રિશી કપુર, ઇરફાન ખાન , સુશાંત સિંહ રાજપુત અને અન્ય હસ્તીઓ વિદાય અમે આ વર્ષે જોઇ ચુક્યા છીએ. આવી જ રીતે ગુજરાતી ફિલ્મોના મહાન કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની વિદાય પણ થઇ છે. રાજકારણમાં કેશુભાઇ પટેલ સહિતના અનેક મોટા રાજકારણીના અવસાન થયા. કોરોનાના કારણે લાખો લોકોના ઘરમાં અંધકાર ફેલાઇ ગયો છે. લાખો લોકોના મોત થઇ ચુક્યા છે. લાખો લોકો નોકરી ગુમાવી ચુક્યા છે. લાખો કારોબારી તેમના ધંધા ગુમાવી ચુક્યા છે. આવી ખરાબ સ્થિતી વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે રહ્યા બાદ હવે આશા રાખીએ કે વર્ષ ૨૦૨૧ નવી આશા અને ખુશી લઇને પરત ફરે.રોજગારી વધે, લોકોના અંધકાર દુર થાય, આર્થિક પ્રગતિ થાય, ઉદ્યોગ અને ધંધા ઝડપથી વધે. યુવાનોને રોજગારી મળે તેવા પ્રયાસો થાય તે જરૂરી છે. ગઇકાલે દેશમાં કોરોના વચ્ચે પરંપરાગત રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.ગઇકાલે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના પર્વની સવારે શરૂઆત થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મંદિરોમાં નિયમો સાથે ખાસ પુજા કરવામાં આવી હતી. બીજી બાજુ બાળકો સવાર પડતાની સાથે જ ફટાકડા ફોટીને ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળી-૨૦૨૦ પર્વ પર શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિએ ટ્‌વીટર મારફતે શુભકામના આપી છે. અન્યો પ્રત્યે સવેદનશીલ બનવા પણ લોકોને અપીલ કરી હતી. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે પણ કહેવામાં આવ્યુ હતું. સોશિયલ મિડિયા પર સૌથી વધારે સક્રિય રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને શુભકામના આપી હતી. મેસેજ રિડિગ સાથે એક ફોટો પણ મોદીએ મુક્યો હતોે. દિવાળી પર્વની ભારતની સાથે સાથે મલેશિયા, મોરિશિયસ અને પાકિસ્તાનમા ંપણ ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવી હતી. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવતા આ પર્વને લઇને લોકો અને ખાસ કરીને બાળકો વધારે ઉત્સાહિત દેખાયા હતા. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જોડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્થિતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શક્તિ વધી છે. આર્થિક સ્થિતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર મોંઘવારી છતાં ફટાકડાઓ, મિઠાઇઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. દિવાળી પર્વ મુખ્યરીતે બાળકો અને યુવા પેઢી વધુ શાનદારરીતે ઉજવે છે. કોર્પોરેટ જગતમાં દિવાળી પર્વ પ્રસંગે એક બીજાને મિઠાઇઓ આપવા અને ગ્રિટિંગ્સ કાર્ડ અને શુભેચ્છા સંદેશાઓ મોકલવાની પરંપરા અકબંધ રહી છે. યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here