નવા ટેલેન્ટની ખૂબ જ હેરાનગતિ થાય છેઃ અદનાન સામી

0
25
Share
Share

મુંબઇ,તા.૨૩

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવુડમાં વિવાદ વકર્યો છે. જ્યારે હવે સિંગર સોનુ નિગમે ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર સામે નિશાન તાક્યું છે. સોનુ નિગમે કહ્યું કે, ભૂષણ કુમાર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના માફિયા બનવાના પ્રયત્નો કરી રહ્યા છે. સંગીતકારો સાથે મ્યૂઝિક કંપનીઓનું વર્તન સારૂ નથી અને સારા કલાકારોને ચાન્સ પણ નથી મળતો. સોનુ નિગમની આ વાત પર પાકિસ્તાનના પ્રખ્યાત સિંગર અદનાન સામીએ પણ સમર્થન આપ્યું છે.

સિંગર અદનાન સામીએ જણાવ્યું કે, નવા ટેલેન્ટની ખૂબજ હેરાનગતી થાય છે, તેમની ક્રિએટિવીટીને કંટ્રોલ કરવામાં આવે છે. તેમણે ઇન્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી રીમિક્સના ટ્રેન્ડની વિરુદ્ધ લખાણ પણ લખ્યું છે. અદનાન સામીએ લખ્યું છે કે, ઇન્ડિયન ફિલ્મ અને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં બદલાવની જરૂર છે. નવા સિંગર, જૂના સિંગર, મ્યૂઝિક કંપોઝર અને મ્યૂઝિક પ્રોડ્યુસરના મામલામાં ખૂબજ ત્રાસ આપવામાં આવી રહ્યો છે, તાનાશાહના પગમાં પડો નહીંતર બહાર જાઓ. આવા લોકો કેમ ક્રિએટિવીટી કંટ્રોલ કરે છે? જેમને તેના વિશે કંઈપણ ખબર નથી અને ભગવાન બનવાનો પ્રયત્ન કેમ કરે છે??

સિંગર અદનાન સામીએ વધુમાં લખ્યું છે કે, ભગવાનની કૃપાથી ભારતમાં આપણે ૧.૩ અબજ લોકો છીએ, શું આપણે ફક્ત રીમિક્સ અને રીમિક્સ જ બનાવી શકીએ છીએ? ભગવાનના ખાતર તેને બંધ કરો, નવા ટેલેન્ટ અને જૂના કલાકારોને શ્વાસ લેવા દો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here