નવા કેલેન્ડર વર્ષથી ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧

કેન્દ્ર સરકાર નવા વર્ષથી ઇ-ઇનવોઇસ પ્રણાલિમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે એક અધિસૂચના જારી કરવામાં આવી છે. અધિસૂચના મુજબ પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે પ્રમાણમાં ટર્નઓવરવાળા કારોબારીઓ અને કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ (બીટુબી ટ્રાન્ઝેક્શન્સ) પર ઇ-ઇનવોઇસ ફરજિયાત બનાવી દેવાયું છે.

તેની સાથે પહેલી એપ્રિલ ૨૦૨૧થી બધા કરદાતા માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ પર ઇ-ઇનવોઇસ ફરજિયાત થશે. હાલમાં વર્ષે ૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત છે. ઇ-ઇનવોઇસને ઇ-બિલ પણ કહેવાય છે.

જીએસટી કાયદા હેઠળ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ માટે પહેલી ઓક્ટોબર ૨૦૨૦થી ૫૦૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઇ-ઇનવોઇસ અનિવાર્ય કરી દેવાયું છે. નવા વર્ષથી વર્ષે ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ ઇ-ઇનવોઇસ ફરજિયાત થતા હવે તેમના માટે બે મહિનાથી ઓછો સમય તેમના માટે રહ્યો છે. કંપનીઓએ આ સમયગાળામાં નવા નિયમ મુજબ પોતાના બિલિંગ સોફ્ટવેરને અપગ્રેડ કરવું પડશે.

નવી કાર્યપ્રણાલિ હેઠળ વર્ષે ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી અથવા તેનાથી મોટી કંપનીઓએ દરેક વેચાણ માટે એક યુનિક ઇનવોઇસ રેફરન્સ પોર્ટલ પર જઈને ઇ-ઇનવોઇસ નીકાળવુ પડશે. તેમા એક ઇનવોયર રેફરન્સ નંબર (આઇઆરએન) જનરેટ થશે. નવા વર્ષે આમ ન કરનારી કંપનીઓ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નહી કરી શકે. સરકારના આ પગલાંથી જીએસટીના નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ શકશે. તેનાથી સરકારને જીએસટીથી થતી આવક વધશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here