નવાઝુદ્દીનની પત્નિએ અભિનેતા વિરુદ્ધ રેપ,છેતરપિંડીનો આરોપ લગાવ્યોઃ ફરિયાદ દાખલ

0
23
Share
Share

મુંબઇ,તા.૨૪

ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની સામે વર્સોવા પોલીસ સ્ટેશનમાં જાતીય શોષણ અને છેતરપિંડીનો આરોપ લગાવતા લેખિત ફરિયાદ નોંધાવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે અને તેનો ભાઈ શમ્સ છેડતી અને દુર્વ્યવહારના કારણે ચર્ચામાં હતા. પોલીસ ટૂંક સમયમાં એફઆઈઆર નોંધશે. ફરિયાદ નોંધાવ્યા બાદ વકીલે નિવેદન જારી કર્યું હતું. તેમાં લખ્યું છે, ‘મારા ક્લાયન્ટે વર્સોવા પોલીસ સ્ટેશનમાં જાતીય શોષણ અને છેતરપિંડી અંગે વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી છે. આશા છે કે ટૂંક સમયમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે.’

નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફરિયાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે આલિયાએ નવાઝુદ્દીનના ભાઈ શમ્સ પર છેડતી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે તે ભાગી ગયો હોવાનું કહેવાય છે. શમ્સે દાવો કર્યો હતો કે આલિયા આર્થિક લાભ માટે આ બધું કરી રહી છે. જોકે, એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ તમામ આરોપોને નકારી દીધા હતા.

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ કહ્યું હતું કે, અમારી એક કંપની છે જેનું નામ મેજિક ઇફ ફિલ્મ્સ એલએલપી છે, જેમાં નવાઝ, શમ્સ અને હું ભાગીદાર છીએ. હું હજી પણ ૨૫% ભાગીદાર છું અને જો મેં મારી ફિલ્મ માટે મારી કંપની પાસેથી રકમ ઉધાર લીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here