નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળગંતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

0
31
Share
Share

નવસારી,તા.૧૭

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે લોકમાતા નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ભયજનક સપાટી કુદાવીને ૨૨ ફૂટની સપાટીએ વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રીંગરોડ, બંદર રોડ, કાલિયાવાડી જેવા નીચાણવાળા વિસ્તારમાંથી ૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળોએ આશરો આપવામાં આવ્યો છે.

નદી કાંઠેથી લોકોને દૂર રાખવા અને પૂલ પર પણ લોકો એકઠાં ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવસારી જિલ્લાની નદીઓના કેચમેન્ટ એરિયા ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ વધુ પડતા જળસ્તરમાં વધારો થયો છે. નવસારીની પૂર્ણા નદી ૨૨ ફૂટના ભયનક લેવલને ક્રોસ કરીને વહી રહી છે. જેથી નીચાણવા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી વધુ ભરાવાની સ્થિતિ સર્જાય તેમ હોવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નવીનનગર, કમેલા રોડ,

રંગવાલાનગર, યશનફિન હોસ્પિટલ પાછળથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં વાંસદા તાલુકામાં ૧૫૨ મીમી અને સૌથી ઓછો વરસાદ જલાલપોર તાલુકામાં ૨૮ મીમી નોંધાયો છે. જ્યારે નવસારીમાં ૬૧ અને ચીખલીમાં ૬૩ તથા ગણદેવીમાં ૪૭ અને ખેરગામમાં ૪૨ મીમી વરસાદ ખાબક્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here