નવરાત્રીથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્તો

0
16
Share
Share

* શારદીય નવરાત્રી પ્રારંભ : આસો સુદ-૧ ને શનિવાર તા.૧૭/૧૦/૨૦. ઘટસ્થાપન, નવરાત્રીના અનુષ્ઠાન, ચંડીપાઠ, નવાર્ણમંત્રજાપ, ઉપવાસ વગેરેનો પ્રારંભ કરવો. શત્રુબુદ્ધિક્ષયાર્થે અને રોગ નિવારણ, આયુષ્યવૃદ્ધિ માટે સરસીયાના તેલનો દીવો અખંડ રાખવો હિતાવહ.

શુભ સમય : સવારે ૮-૬ થી ૯-૩૩ સુધી શુભ ચોઘડિયું, બપોરે ૧૨-૨૬ થી ૧૬-૪૭ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડિયા, સાંજે ૧૮-૧૪ થી ૧૯-૪૭ સુધી લાભ ચોઘડિયુ છે.

* આસો સુદ-૪ ને મંગળવાર તા.૨૦/૧૦/૨૦, વિનાયક ચતુર્થી, અંગાર યોગ, લલિતા પંચમી.

* આસો સુદ-૫ ને બુધવાર તા.૨૧/૧૦/૨૦ સરસ્વતી આવાહન

* આસો સુદ-૭ ને શુક્રવાર તા.૨૩/૧૦/૨૦ સરસ્વતી બલિદાન, મહા આઠમનો ઉપવાસ, મહાલક્ષ્મી પૂજન

* દુર્ગાષ્ટમી : આસો સુદ-૮ ને શનિવાર તા.૨૪/૧૦/૨૦ સરસ્વતી વિસજર્ન, દુર્ગાષ્ટમી મહાનોમનો ઉપવાસ. (આઠમનો હોમ આજના દિવસે કરવો)

* દશેરા-વિજ્યાદશમી, આસો સુદ-૯ ને રવિવાર તા.૨૫/૧૦/૨૦ નવરાત્રી ઉત્થાપન પારણા, શસ્ત્ર પૂજા આજે કરવી, બુદ્ધ જયંતિ, વિજય મુહૂર્ત : ૧૪-૧૮ થી ૧૫-૪ સુધી

શુભ સમય : સવારે ૮-૮ થી ૧૨-૨૫ ચલ, લાભ, અમૃત ચોઘડીયા, બપોરે ૧૩-૫૧ થી ૧૫-૧૭ શુભ ચોઘડિયુ, સાંજે ૧૮-૮ થી ૨૨-૫૧ શુભ, અમૃત, ચલ ચોઘડિયા

* પાશાંકુશા એકાદશી : આસો સુદ-૧૧ ને મંગળવાર તા.૨૭/૧૦/૨૦.

* શરદપૂર્ણિમા-વ્રતની પૂનમ : આસો સુદ-૧૫ ને શનિવાર તા.૩૧/૧૦/૨૦ નવાન્ન પૂર્ણિમા, ઠાકોરજીને દૂધ-પૌઆ ધરાવવા, નવુ ધાન્ય ઠોકરજીને ધરાવવું. આજના દિવસે શ્રીયંત્રને ચંદ્રનો પ્રકાશ આપવાથી તેનુ તેજ વધે છે. ઘરમાં સુખ-સમુદ્ધિ, સારૂ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને ઘરમાં શુભ લક્ષ્મી નિવાસ કરે છે.

શુભ સમય : સવારે ૮-૧૦ થી ૯-૩૫, શુભ ચોઘડિયું, બપોરે ૧૨-૧૫ થી ૧૬-૩૯ ચલ, લાભ, અમૃત ચોઘડિયા. સાંજે ૧૮-૪ થી ૧૯-૩૯ લાભ ચોઘડિયુ, રાત્રે ૨૧-૧૫ થી ૨૬-૦૦ શુભ, અમૃત ચલ ચોઘડિયા છે.

* સંકટ ચતુર્થી : આસો વદ-૪ ને બુધવાર તા.૪/૧૧/૨૦ ચંદ્રોદય : ૨૦-૨૯.

* શનિપુષ્યામૃત યોગ : આસો વદ-૬ ને શનિવાર તા.૭/૧૧/૨૦

શુભ સમય : સવારે ૮.૧૩ થી ૯-૩૭ શુભ ચોઘડિયુ, બપોરે ૧૨-૨૫ થી ૧૬-૩૭ ચલ, લાભ, અમૃત ચોઘડિયા સાંજે ૧૮-૦૦ થી ૧૯-૩૭ સુધી લાભ ચોઘડિયુ છે.

આજના શુભ સમયમાં સોનું, ચાંદી, યંત્ર, મૂર્તિ, ચોપડા-ડાયરી તેમજ અન્ય શુકન આપનારી જરૂરી વસ્તુ ખરીદી ઘરે લાવવાથી શુભ ફળ મળે.

* રમા એકાદશી : આસો વદ-૧૧ ને બુધવાર તા.૧૧/૧૧/૨૦.

* વાઘબારસ : આસો સુદ-૧૨ ને બુધવાર તા.૧૨/૧૧/૨૦.

* ધનતેરસ-કાળી ચૌદશ : આસો વદ-૧૩ ને શુક્રવાર તા.૧૩/૧૧/૨૦

આજે સૂર્યાદયથી શરૂ કરીને સાંજે ૧૮-૦૧ સુધી તેરસ છે. પછી ચૌદશ શરૂ થઈ જાય છે. આજે ધનપૂજા, લક્ષ્મીપૂજા અને શ્રીયંત્ર ઉપર અભિષેક કરવો. ચોપડા નોંધાવવા-લાવવા માટે શુભ છે. શ્રી સૂકતની ઉપાસના ફળદાયી રહે.શિવરાત્રીની પૂજા આજની રાત્રિએ કરવી.

શુભ સમય : સવારે ૬-૫૩ થી ૧૧-૨ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયા, બપોરે ૧૨-૨૬ થી ૧૩-૪૯ શુભ ચોઘડિયુ, સાંજે ૧૬-૩૫ થી ૧૭-૫૮ સુધી ચલ ચોઘડિયુ.

* નરક ચતુદર્શી-દિવાળી-ચોપડા પૂજન – શ્રી મહાલક્ષ્મી પૂજન આસો વદ-૧૪ ને શનિવાર તા.૧૪/૧૧/૨૦ આજે ચૌદશના જે નિવેદ કરતા હોય તેમણે આજે કરવા, ચૌદશ બપોર ૧૪-૧૯ સુધી છે. પછી અમાસ શરૂ થાય છે. આમ શનિવારે પ્રદોષ વ્યાપિની અને નિશિથ વ્યાપિની અમાવસ્યા મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપૂજન કરવું શાસ્ત્રશુદ્ધ છે.

શુભ સમય : બપોરે ૧૪-૧૯ થી ૧૬-૩૫ સુધી લાભ, અમૃત, ચોઘડિયા, સાંજે ૧૭-૫૮ થી ૧૯-૩૫ લાભ ચોઘડિયુ, રાત્રે ૨૧-૧૨ થી ૨૬-૩ શુભ, અમૃત, ચલ ચોઘડિયા છે. સ્ટા.ટા. ૧૮-૦૦ થી ૧૯-૪૨ પ્રદોષકાળ છે. સ્ટા.ટા. ૧૮-૧૪ થી ૧૮-૨૭ વૃષભ સ્થિર લગ્ન, કુંભ સ્થિર નવમાંશ, લાભ ચોઘડિયુ છે. દરેક વ્યક્તિએ પ્રતિવર્ષ પેઢીની પરંપરાને અનુસરી ચોપડા પૂજન લક્ષ્મીપૂજન કરવું.

* બેસતું વર્ષ – નૂતન વર્ષ – ભાઈબીજ : પરિઘાવી નામના વિક્રમ સંવત ૨૦૭૭ ના કારતક સુદ ૧ ને સોમવાર તા.૧૬/૧૧/૨૦ આજના શુભ દિવસે જે દુકાન, પેઢી, કારખાનુ ઉઘાડવાનુ મુહુર્ત કરતા હોય તેમણે નીચેના સમયે મુહુર્ત કરવું.

શુભ સમય : સોમવારના સૂર્યોદય પહેલા વહેલી સવારે ૫-૧૮ થી ૬-૫૫ શુભ ચોઘડિયુ, સૂર્યોદય પછી સવારે ૬-૫૫ થી ૮-૧૮ અમૃત ચોઘડિયુ સવારે ૯-૪૦ થી ૧૧-૩ શુભ ચોઘડિયુ, બપોરે ૧૩-૪૯ થી ૧૯-૩૫ ચલ, લાભ, અમૃત, ચલ ચોઘડિયા છે. દ્વિતીયા તિથિનો ક્ષય હોવાથી આજે જ ભાઈબીજ છે.

* લાભ પાંચમ – કારતક સુદ-૫ ને ગુરૂવાર તા.૧૯/૧૧/૨૦ આજના શુભ દિવસે જે પરંપરાને અનુસરી દુકાન, પેઢી, કારખાનુ ચાલુ કરવાનુ મુહુર્ત કરતા હોય તેમણે નીચેના સમયે મુહુર્ત કરવુ.

શુભ સમય : સવારે ૬-૫૭ થી ૮-૧૯ શુભ ચોઘડિયું છે, બપોરે ૧૧-૪ થી ૧૫-૧૨ ચલ, લાભ, અમૃત ચોઘડિયાં છે.

સવારે ચઢતા પ્રહરના કાર્યો વધુ લાભ આપનારા હોય છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગુરૂદેવ અને ઈષ્ટદેવ સૌને શુભફળ, શુભ સ્થિરલક્ષ્મી, આરોગ્ય, ઐશ્વર્ય તેમજ પરસ્પર સદ્‌ભાવ આપે તેવી વિનમ્ર પ્રાર્થના.

આધાર

જન્મભૂમિ પંચાગ

……શુભેચ્છક…..

જ્યોતિષાચાર્ય પ્રણવભાઈ પી.રાજ્યગુરૂ

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here