નવરાત્રિના પાવન પર્વ ઉપર શ્વેતાસિંહ કીર્તિએ સુશાંતસિંહ રાજપૂતની જુની પોસ્ટ કરી શેર

0
19
Share
Share

મુંબઈ,તા.૧૭

નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. જ્યાં લોકો હવે લોકો ૯ દિવસ સુધી પૂજા પાઠની તૈયારીઓ અને ઉજવણી કરશે. ત્યારે નવરાત્રીના પહેલા દિવસે સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ પોતાની માંને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે સુશાંતસિંહ રાજપૂતની એક જુની પોસ્ટ શેર કરી છે જેમાં તેની માંની એક તસવીર છે. સુશાંતની આ જુની પોસ્ટમાં તેની માંની બે તસવીરો છે. આ પોસ્ટને શેર કરતા શ્વેતાએ લખ્યું હતું કે, માં, નવરાત્રિની સંધ્યા ઉપર હું તમારી પાસે શક્તિ અને જ્ઞાનની પ્રાર્થના કરૂ છું. મને ગર્વ છે કે જે રીતે તમે અમારૂ ભરષ પોષણ કર્યું.

ચાલો દુર્ગા પૂજાની શરૂઆત આપણી માંને સમ્માન આપીને કરીએ. આશા છે કે આ નવરાત્રિ દરેકને દિવ્ય શક્તિ આપે. આ સિવાય શ્વેતાએ સુશાંતની એક બીજી જુની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સુશાંતની ધર્મમાં ખુબ જ આસ્થા હતી તે તેના કેટલાક જુના વીડિયો અને પોસ્ટ જોઈને ખ્યાલ આવે છે. જણાવી દઈએ કે સુશાંત જ્યારે નાનો હતો ત્યારે તેની માંનું અવસાન થઈ ગયું હતું. સુશાંત વારંવાર પોતાની માતાને યાદ કરીને ભાવૂક થઈ જતો હતો. માના અવસાન પછી સુશાંતે પોતાની સૌથી મોટ બહેનને જ માં માની લીધી હતી. સુશાંતસિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈ હજુ પણ કરી રહી છે.

એમ્સની ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા પછી કેટલાક રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ આ કેસમાં ક્લોઝર ફાઈલ રિપોર્ટ કરી શકે છે. જો કે સીબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે સુશાંતના મોતના કેસની તપાસ હજુ ચાલી રહી છે અને ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરવાના સમાચાર ખોટા છે. સુશાંતસિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના દિવસે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here