નવરંગપુરાની ખાનગી હોસ્પિટલની મહિલાકર્મી પાસે સોશિયલ મીડિયા પર બિભસ્ત માંગણી

0
28
Share
Share

અમદાવાદ,તા.૧૯
નવરંગપુરાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા કર્મચારી પાસે ઈન્સ્ટાગ્રામ પર બિભસ્ત માંગણી કરતા શખ્સ વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ આરોપીએ મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા શખ્સે પોતાનું પોત પ્રકાશયું હતું. યુવતીને બિભસ્ત ફોટો મોકલી આરોપીએ બિભસ્ત માંગણી કરી હતી.
યુવતીએ હોસ્પિટલમાં સાથે કામ કરતા યુવકને આ બાબતે પૂછપરછ કરી હતી. યુવકે તેના નામનું કોઈએ બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ કૃત્ય કર્યાનું જણાવ્યું હતું. સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય નયના (નામ બદલ્યું છે.) નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. નયનાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર નરેશ પરમાર નામના શખ્સે ૬ માસ અગાઉ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. નયનાએ હોસ્પિટલમાં સાથે કામ કરતા નરેશ પરમારે રિવેસ્ટ મોકલ્યાનું સમજી સ્વીકારી હતી.
આરોપીએ અવારનવાર નયનાને બિભસ્ત ફોટો મોકલી બિભસ્ત માંગણીઓ શરૂ કરી હતી. નયનાએ આ બાબતે સાથે કામ કરતા નરેશ પરમાર સાથે વાત કરી હતી. નરેશે પોતે આવા કોઈ ફોટો ન મોકલ્યાનું અને તેના નામે અન્ય વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી આ કૃત્ય કર્યાનું નયનાને જણાવ્યું હતું. આથી નયનાએ સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here