નરેન્દ્ર મોદીનું પણ ચીનની એપ ઉપર એકાઉન્ટ હોવાનો દાવો

0
10
Share
Share

એપ્સ પર પ્રતિબંધથી ચીન અકળાયું :ભારતના પગલા પર ભારે રોષ, પ્રચિબંધથી ભારતને જ નુકસાન થશે એવો દાવો

નવી દિલ્હી, તા. ૩૦

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા સરહદ વિવાદની વચ્ચે ભારત સરકારે સોમવારે ૫૯ ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એક મોટો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે સોમવારે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ એપ્લિકેશન્સમાં ટિક ટોક, યુસી બ્રાઉઝર, હેલો જેવી લોકપ્રિય એપ્લિકેશનો શામેલ છે. આ પ્રતિબંધ પર ચીનની હતાશા તેના સત્તાવાર માધ્યમો દ્વારા સામે આવી છે.  ભારત સરકારે ચીનમાં ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સુરક્ષાને ટાંકીને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. ચીની સરકારે આ પ્રતિબંધ અંગે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ ચીની સરકારના સત્તાવાર માધ્યમ ગ્લોબલ ટાઇમ્સે ભારતના આ પગલા પર હતાશા વ્યક્ત કરી છે. ગ્લોબલ ટાઇમ્સે ભારતના પગલાને યુએસનું અનુકરણ ગણાવ્યું હતું અને કહ્યંસ હતું કે ભારત પણ યુએસ જેવા ચીની ચીજોના બહિષ્કારના બહાના શોધી રહ્યો છે.  ચીનની સરકારના સત્તાવાર મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે તેના એક લેખમાં દાવો કર્યો છે કે ભારતે જે ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાંથી એક એપ પર ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વેરિફાઇડ એકાઉન્ટ છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારત સરકારે પ્રતિબંધિત કરેલી ૫૯ એપ્સમાંથી એક, વીબો, ટિ્‌વટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ૨,૪૦,૦૦૦ થી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વેરિફાઇડ એકાઉન્ટ છે. ભારત સરકાર દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધથી ચીની સરકારી મીડિયા તદ્દન નારાજ છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું છે કે ભારત ચીની ચીજો પર પ્રતિબંધ લગાવીને અમેરિકાની નકલ કરી રહ્યું છે અને યુએસ સાથે નિકટતા વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે માલવેર, ટ્રોજન હોર્સ અને નેશનલ સિક્યુરિટીને ટાંકીને ચીન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે ખુદ ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન કરશે. તેમ છતાં, ચીની મીડિયા દાવો કરી રહી છે કે, ચીન ઉત્પાદનોના પ્રતિબંધથી ભારાતનું નુકસાન થશે, પરંતુ ચીની સરકારની અંદર હતાશા દેખાઈ રહી છે. ગ્લોબલ ટાઇમ્સના અન્ય અહેવાલમાં જણાવ્યા અનુસાર, કોરોના અને ભારત સાથે સરહદના વિવાદોને કારણે આ વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર ૩૦% ઘટ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here