નરુલા અને યુવિકાએ બીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી

0
18
Share
Share

પ્રિન્સે પત્ની માટે એક રોમાન્ટિક નોટ લખી

આખું જીવન આ રીતે સાથે પસાર કરવા માગે છે, અંતમાં તેણે લખ્યું તેની ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે

મુંબઈ,તા.૧૩

રોડીઝમાં ગેંગ લીડર તરીકે જોવા મળી રહેલો પ્રિન્સ નરુલા હાલ પત્ની યુવિકા ચૌધરી સાથે બીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે તેણે તેમની તસવીરો શેર કરી છે, સાથે જ રોમાન્ટિક નોટ પણ લખી છે. પ્રિન્સે પોતાની નોટમાં લખ્યું છે કે, તે પોતાને વ્યક્ત કરવામાં ખરાબ છે, છતાં તેની પાસે કહેવા માટે ઘણું બધું છે. તેણે યુવિકાને સુંદર વ્યક્તિ ગણાવી છે અને તે તેના જીવનમાં છે વાતને લઈને પોતાને નસીબદાર ગણાવ્યો છે. તેણે ઉમેર્યું હતું કે, તે પોતાનું આખું જીવન આ જ રીતે તેની સાથે પસાર કરવા માગે છે. અંતમાં તેણે કહ્યું કે, તેની ફિલ્મ લવ સ્ટોરી તેની ફેવરિટ છે. તેણે લખ્યું છે કે, ’હેપ્પી એનિવર્સરી ગુડિયા આઈ લવ યુ સો મચ યાર હું કેટલો ખરાબ છું લખવામાં અને લાગણીઓ વ્યક્ત કરવામાં કેટલું કહેવા માગું છું પરંતુ બોલી શકતો નથી. તારા કરતાં સુંદર વ્યક્તિ મેં આજ સુધી જોઈ નથી. હું નસીબદાર છું. તારી સ્માઈલથી મારો દિવસ બની જાય છે. આપણે કેટલા કાર્ટૂન છીએ, કેટલા ફિલ્મી છીએ એ આપણે બે જ જાણીએ છીએ. આપણે બંનેમાં દુનિયા લાગીએ છીએ. આપણે કેટલી પાગલપંતી કરીએ છીએ. બેબી તારી સાથે પસાર કરેલો સમય યાદ છે મને. હંમેશા સાથે ઉભા રહ્યા છીએ અને આગળ પણ આમ જ કરીશું. આઈ લવ યુ સો મચ અને હા આપણી લવ સ્ટોરી એક ફિલ્મી સ્ટોરી છે જે ફિલ્મથી પણ સુપર હિટ છે. જેમ તું કહે છે તેમ આપણી સ્ટોરી અમારી ફેવરિટ છે. યુવિકાએ પણ તેમના લગ્નનો સુંદર વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, હેપ્પી સેકન્ડ એનિવર્સરી. દરેક લવ સ્ટોરી સ્પેશિયલ, યુનિક અને સુંદર હોય છે પરંતુ આપણી મારી ફેવરિટ છે. જ્યારે પ્રેમ સાચો હોય છે, ત્યારે તેનો અંત હોતો નથી. આપણે આવનારા વર્ષો પણ આમ ઉજવીએ તેવી આશા. હેપ્પી એનિવર્સરી!. પ્રિન્સ અને યુવિકાની પહેલી મુલાકાત બિગ બોસના ઘરમાં થઈ હતી, જ્યાં બંને પ્રેમમાં પડ્યા હતા. તેણે હાર્ટ શેપ રોટલીથી તેને પ્રપોઝ પણ કરી હતી. તો યુવિકાએ પણ હા પાડતાં પહેલા ઘણો ટાઈમ લીધો હતો. જો કે, હાલ બંને પોતાના લગ્નજીવનમાં ખુશ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here