નદીમાં ઉતરેલા સિંહ પર મહાકાય મગરે હુમલો કર્યો, આફ્રિકાનો વીડિયો વાઇરલ

0
11
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૨

દરેક પ્રાણીઓને પણ પોતપોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. એ વિસ્તારમાં જવું ક્યારેક કોઈ અન્ય પ્રાણીઓને ભારે પડી શકતું હોય છે. આવું જ કંઈક જંગલના રાજા સિંહ સાથે બન્યું. આ ઘટના છે, દક્ષિણ આફ્રિકાની સબી નદીની. અહીં નદી કિનારે ઉભેલો સિંહ પાણીમાં ઉતરીને નદી પાર કરવા જાય છે. જો કે આ સિંહને ખબર નથી કે, નદીના કાંઠે જ મગર પાણીમાં છૂપાઈને બેઠો છે. સિંહ જેવો નદીમાં ઉતરે છે એટલે તરત જ મગર તેનો પીછો કરે છે

અને નદીની વચ્ચોવચ જ સિંહ પર હુમલો કરી દે છે. અચાનક જ મગર હુમલો કરતાં સિંહ પાણીમાં ડૂબી જાય છે. જો કે, સદનસીબે સિંહ મગરના મોઢામાંથી છટકી જતાં છલાંગ મારીને ભાગવા લાગે છે, અને સુરક્ષિત નદીમાંથી બહાર નીકળી જાય છે. ચંદિગઢના ડીસીએફ ડૉ. અબ્દુલ કયુમે આ વીડિયો શૅર કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here