નતાશા પતિ હાર્દિકને પ્રેમભરી નજરે નિરખતી જોવા મળી

0
21
Share
Share

હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટને લઈને ઓસ્ટ્રેલિયામાં છે, તેની પત્ની નતાશા સ્ટેનકોવિક તેને ખૂબ મિસ કરી રહી છે

મુંબઈ,તા.૨૧

એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઘણીવાર પતિ હાર્દિક પંડ્યા અને દીકરા અગસ્ત્ય સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. હાલમાં તે હાર્દિક સાથેની થ્રોબેક તસવીર શેર કરી છે, જે ખૂબ જ સુંદર છે. તસવીરમાં, નતાશા હાર્દિક તરફ પ્રેમભરી નજરે જોઈ રહી છે જ્યારે તે કેમેરા સામે જોઈને પોઝ આપવામાં વ્યસ્ત છે. એક્ટ્રેસે પોલકા ડોટ ટોપ અને ડેનિમ પહેર્યું છે. હાર્દિક સફેદ શર્ટ અને કાળી ટોપીમાં જોવા મળી રહ્યો છે. બંનેએ સાથે ખરેખર અદ્દભુત લાગી રહ્યા છે. આ તસવીર શેર કરીને તેણે લખ્યું છે કે, હાર્દિક પંડ્યા. હાર્દિકે આ તસવીરને લાઈક કરીને હાર્ટ ઈમોજી મૂકી છે. હાર્દિકનો ખૂબ જ સારો ફ્રેન્ડ અને કેએલ રાહુલે બંનેની જોડીને ક્યૂટ ગણાવી છે. રાહુલની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ આથિયા શેટ્ટીને પણ નતાશાની આ તસવીર પસંદ આવી છે. તો યુજવેન્દ્ર ચહલે હાર્ટ અને હગ ઈમોજી મૂકી છે. હાર્દિક પોતાની ટુર્નામેન્ટને લઈને હાલ ઓસ્ટ્રેલિયામાં છે. તે દિવાળીના તહેવાર પર પણ પરિવારની સાથે નહોતો, તેથી તેણે સેલિબ્રેશનને ખૂબ મિસ કર્યું હતું. તેના દિકરા અગસ્ત્યે આખા પરિવાર સાથે પહેલી દિવાળી મનાવી હતી. જેની તસવીરો પણ નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે ક્યૂટ લાગી રહ્યો હતો. નતાશાએ તહેવાર પર યલ્લો ટોપ અને સફેદ શરારા પહેર્યો હતો. આ સિવાય તેણે સુંદર ઈયરરિંગ્સ પણ પહેરી હતી. અગસ્ત્ય તેના ખોળામાં હતો. અગસ્ત્યએ બ્લેક ટી-શર્ટ, ગ્રે જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું. ૩૦મી ઓક્ટોબરે અગસ્ત્ય ૩ મહિનાનો થતાં નતાશાએ ઉજવણી કરી હતી. તેના સેલિબ્રેશન માટે આ કેક લાવવામાં આવી હતી. આ તસવીર શેર કરતાં નતાશાએ પતિ હાર્દિકને ટેગ કર્યો હતો. નતાશાએ લખ્યું હતું કે, ’અમે તને યાદ કરીએ છીએ હાર્દિક. હાર્દિક પંડ્યા પણ ઘણીવાર દીકરાની તસવીરો અને વીડિયો શેર કરે છે. થોડા દિવસ પહેલા તે પ્રોફેશનલ ડ્યૂટીના કારણે દુબઈમાં હતો. આ દરમિયાન તેણે અગસ્ત્યને ખૂબ મિસ કર્યો હતો. તેથી તેઓ બંને મસ્તી કરી રહ્યા હોય તેવો થ્રોબેક વીડિયો શેર કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here