નડ્ડાએ કુશળતા પુરવાર કરી દીધી

0
21
Share
Share

જેપી નડ્ડા પ્રથમ પરીક્ષામાં સારા માર્ક સાથે પાસ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહનો વિશ્વાસ તેઓ જીતી શક્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી અને સાથે સાથે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં જે રીતે શાનદાર ભાજપને ઐતિહાસિક જીત મળી છે તેના કારણે નડ્ડાનુ કદ વધી ગયુ છે. તેમની કસોટીમાં તેઓ પાસ થયા છે. હવે તેમની સાથે બંગાળ સૌથી મોટા પડકાર તરીકે છે. એકબાજુ કોરોના વાયરસના કારણે લોકો પરેશાન છે અને આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સાથે હાલમાં ભારે હેરાન પણ થયા છે. આવી સ્થિતીમાં હવે બિહાર બાદ જ્યારે પણ કોઇ ચૂંટણી આવશે ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ જાળવી રાખવા માટે લોકોને વિશ્વાસમાં લેવાનો તેમની સામે મોટો પડકાર રહેનાર છે.  પાર્ટીની સ્થિતી વધુને વધુ મજબુત થાય તેવા પ્રયાસ નડ્ડાને અવિરત જારી રાખવા પડશે. નડ્ડા કુશળ અને અનુભવી છે તેમાં કોઇ બે મત નથી. જુદા જુદા હોદ્દા પર સક્રિય પણ રહી ચુક્યા છે. આવી સ્થિતીમાં તેમને હવે પાર્ટીને નવી ઉંચાઇ પર લઇ જવા માટે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે.  ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ અપેક્ષા મુજબ ન રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને સાવધાન કરવાની સાથે સાથે પાર્ટીમાં સંગઠનને મજબુત કરવાની તેમની જવાબદારી  તેમની અનેક ગણી વધી ગઇ છે.  નડ્ડાને હવે ઉત્તરપ્રદેશ,  અને બંગાળમાં પાર્ટીને જીત અપાવી દેવાનો પડકાર રહેલો છે. બંગાળમાં પાર્ટીને સત્તામાં લાવવા માટે તેમને મમતા બેનર્જી સરકારને ઉખાડી ફેંકવા ખુબ મહેનત કરવાની રહેશે. છેલ્લા એક વર્ષથી પ્રદેશમાં જમીની વાસ્તવિકતા અંગે માહિતી મેળવી લેવા માટે સતત બંગાળની યાત્રા કરતા રહ્યા છે. નડ્ડાને ઉત્તરપ્રદેશમાં પણ ભારે પડકારનો સામનો કરવાની ફરજ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં નડ્ડાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી લડી હતી. પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં અપના દળ સાથે હાથ મિલાવીને ચૂંટણી લડી હતી. એ વખતે પાર્ટીએ ૭૨ સીટો જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીની મત ટકાવારી પણ વધી હતી. નિષ્ણાંતો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી માટે સ્થિતી બિલકુલ સાનુકુળ ગણી શકાય નહીં. કારણ કે ઉત્તરપ્રદેશમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કામ કરવાના તરીકાને લઇને અસંતોષ જારી છે. નવા અધ્યક્ષની સામે સૌથી પહેલા પડકાર તો આ જ છે. અસંતોષને શાંત કરવાની તેમની જવાબદારી રહેનાર છે. ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા જુદા જુદા પક્ષોને સંગઠિત રાખવા અને ગઠબંધનમાં તેમને રાખવાની બાબત પણ તેમની સામે રહેલી છે. શિરોમણી અકાળી દળ જેવા રાજકીય પક્ષને સાથે લઇને ચાલવાની બાબત તેમના માટે પરીક્ષા સમાન છે. જાણકાર રાજકીય પંડિતો માને છે કે નવા અધ્યક્ષની સફળતાની વધુ એક કસોટી નવા સાથી પક્ષોને પણ સાથે રાખવાની રહેનાર છે. સાથી પક્ષો હાલમાં નાખુશ દેખાઇ રહ્યા છે. હવે રાષ્ટ્રીય પાર્ટી માટે રાજ્યોમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની બાબત વધુને વધુ મુશ્કેલરૂપ બની રહી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જીને ૩૦૩ સીટો જીતી હતી.  અમિત શાહના નેતૃત્વમાં પાર્ટીએ અનેક સફળતાઓ મેળવી હતી.  ૧૯૯૧માં જે દોરમાં જેપી નડ્ડા યુવા મોરચાનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા ત્યારે મોદી મહાસચિવ તરીકે હતા. તે વખતથી જ બંને વચ્ચેના સારા સંબંધ રહ્યા છે. વડાપ્રધાન મોદીનું કદ વધ્યું ત્યારે તેમની સાથે સાથે નડ્ડાની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વધારો થયો હતો. યુપીમાં ઉલ્લેખનીય કામગીરી અદા કરવામાં જેપી નડ્ડા સફળ રહ્યા છે. હંમેશા લો પ્રોફાઇલમાં રહેનાર જેપી નડ્ડા મોટાભાગે વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહે છે પરંતુ સંગઠન પર તેમની ખુબ મજબૂત પકડ રહેલી છે. જાદુઈ નેતા ન હોવા છતાં સંગઠનમાં તેમનું ખુબ સારુ પ્રભુત્વ રહેલું છે. મુળરીતે હિમાચલ અને બિહારમાં જન્મેલા જેપી નડ્ડા લાંબા સમયથી ભાજપની રાષ્ટ્રીય રાજનીતિમાં રહ્યા છે. ૧૯૯૩માં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પહોચ્યા હતા. જેપી નડ્ડાનો જન્મ બીજી ડિસેમ્બર ૧૯૬૦ના દિવસે પટણામાં થયો હતો. પટણામાં જ સ્કુલિંગથી લઇને બીએમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સંઘના વિદ્યાર્થી સંગઠન એબીવીપી સાથે જોડાયા હતા. ત્યારબાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ પરત ફર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here