નડવાનું બંધ કરો એ પણ મોટી સમાજ સેવા : જયેશ રાદડિયા

0
31
Share
Share

જૂનાગઢ, તા.૩

મેંદરડા તાલુકાના ગોધમપુર ખાતે ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન પટેલ સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આ તકે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, સમાજ માટે કામ કરતા લોકોને નડતરરુપ ન થાવ તે પણ મોટી સમાજ સેવા છે.

આ અંગે સુમહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાના જણાવ્યા અનુસાર મેંદરડા તાલુકાના ગોધમપુર ખાતે ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન પટેલ સમાજની વાડીના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા મહેમાનોનું શણગારેલા બળદ ગાડા અને ટ્રેકટરમાં કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરાયું હતું.

પોરબંદરના સાંસદ રમેશ ધડુક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી, દિનેશભાઇ કુંભાણી, જેન્તીભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો સાથે દાનની સરવાણી વહાવી હતી. આ તકે ૯૦ ગામના લોકોની ઉપસ્થિતી રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here