નગ્ન થઈ સાબુ લગાવવા સગીર પુત્રીને મજબૂર કરનાર બાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

0
13
Share
Share

અમદાવાદ,તા.૨૯

અમદાવાદમાં મહિલાઓ સાથે હવે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વધવા લાગી છે, ત્યારે ફરી એકવાર સભ્ય સમાજને લાજી મરે તેવી એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં એક બેન્ક મેનેજર પિતાની કાળી કરતૂત સૌ કોઈને ચોંકાવનારી છે. અમદાવાદમાં બેન્ક બેનેજર તરીકે ફરજ બજાવતો પિતા પોતાની સગીર પુત્રી (ય્ૈઙ્મિ) પાસે બાથરૂમમાં શરીર સાફ કરાવતો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પિતાની શરમજનક હરકતથી કંટાળી જઈને આખરે પુત્રીએ સોલા પોલીસ સ્ટેશનમાં પિતા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પુત્રીએ પોતાની ફરિયાદમાં ચોંકવાનો ખુલાસો કર્યો છે. જેમાં તેણે કહ્યું કે હું જો પિતાની શરીર સાફ કરવાની માંગણી પુરી ન કરું તો તેની સજા પત્નીને મળતી હતી. એટલે કે વિરોધ કરતાં આરોપી પિતા તેની પત્નીને માર મારતો હતો. પોલીસ પણ ફરિયાદને જોઈને ચોંકી હતી. સોલા પોલીસે યુવતીની ફરિયાદના આધારે પોસ્કો, ઘરેલૂ હિંસા, પ્રોહિબિશન સહિત ૪ ગુના દાખલ કર્યા છે. બીજી બાજુ સોલા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ ફ્લેટમાં રહેતા પરિવારમાં પિતા બાથરૂમમાં સ્નાન કરવા જાય ત્યારે પોતાની ૧૩ વર્ષીય સગીય વયની પુત્રીને સાથે લઈને જતો હતો. બાથરૂમમાં તે દીકરી પાસે પીઠ અને છાતી પર સાબૂ પણ ઘસાવતો હતો. પિતાની આવી નરાધમ કરતૂતો ૧૩ વર્ષની દીકરી ઘણા સમયથી ભોગવી રહી હતી. જો તે આનાકાની કરે તો પુત્રીને અને માતા સાથે મારપીટ પણ કરતો હતો.

અમદાવાદી બેન્ક મેનેજર પિતાનો ત્રાસ એટલો વધી ગયો હતો કે ઘરમાં પત્નીને મારતો, થૂંકતો અને ચટાવતો હતો. યુવાનીના ઉંબરે ઊભેલી સગીર પુત્રી પર પણ તેણે નજર બગાડી હતી. તે જ્યારે બાથરૂમમાં સ્નાન કરવા જાય ત્યારે તે સગીર પુત્રીને અંદર બોલાવતો હતો. આરોપ બાપ બાથરૂમમાં નગ્ન થઈ પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ ઘટનાથી આખરે કંટાળી જઈને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here