નંબર સ્ટેબલ છે તો ચશ્મા ઉતરી શકે

0
41
Share
Share

શાહરૂખની જેમ મોડર્ન ટેકનોલોજી પર વિશ્વાસ કરી શકાય છે

લેજિક અને સ્માઇલ એવી ટેકનોલોજી છે જે ચશ્મા ઉતારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે : ચશ્માને લઇને કેટલાક લોકો પરેશાન

ચશ્મા પહેરતા પહેરતા જો તમે થાકી ગયા છો કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, જુહી ચાવલા, ઇન્ટરનેશનલ ગોલ્ફર ટાઇગર વુડ્‌સ ની જેમ જ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે. જાણકાર આંખના નિષ્ણાંત તબીબો કહે છે કે જો નંબર સ્ટેબલ છે તો આંખમાંથી નંબરના ચશ્મા ઉતરી શકે છે. સેન્ટર ફોર સાઇટના ચીફ ડોક્ટર મહિપાલ સચદેવે કહ્યુ છે કે લેજિક અને સ્માઇલ એવી ટેકનોલોજી છે જે ચશ્માને ઉતારી દેવામાં ખુબ ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. આ ટેકનિક એજ વખતે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દર્દીના આંખના નંબર સ્ટેબલ એટલે કે સ્થિર થઇ જાય છે. તેની વય ઓછામાં ઓછી ૨૦ વર્ષની રહે તે જરૂરી છે. તબીબો કેટલાક ટેસ્ટ બાદ આ ટેકનિકનો ઉપયોગ કરવા માટે મંજુરી આપે છે. ડોક્ટર સચદેવે કહ્યુ છે કે લેજિક  ૨૫ વર્ષ જુની ટેકનિક છે. જે સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે ચે. ૯૦ ટકા દર્દી આના કારણે ખુશ રહે છે અને સંતુષ્ટ રહે છે. તે બે પ્રકારના ટેસ્ટ હોય છે. એક બ્લેડવાળી પ્રક્રિયા હોય છે જેના પર ૪૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બીજી પ્રક્રિયા બ્લેડફ્રી હોય છે. જેના પર ૭૦ હજારથી ૬૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આધુનિક સમયમાં સ્માઇલ ટેકનોલોજી એવી છે જે સૌથી લેટેસ્ટ છે. તે લેજિકની તુલનામાં ખુબ અસરકારક સાબિત થઇ રહી છે. તેમાં ફ્લેપ બનાવવા માટેની જરૂર હોતી નથી. સાથે સાથે બ્લેડ ફ્રી હોય છે. ત્યારબાદ દર્દીને બોક્સિંગથ લઇને દરેક પ્રકારની એક્ટિવિટી કરી શકે છે. તેમાં કોઇ તકલીફ હોતી નથી. આજ કારણસર છે કે આધુનિક સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ હવે વધારે કરવામાં આવી રહ્યો છે. સૌથી વધારે આ ટેકનોલોજી હવે લોકપ્રિય થઇ રહી છે. ખાસ બાબત એ છે કે લેજિકમાં જ્યાં ૨૨ એમએમમાં ચીરો મારવામાં આવે છે. જ્યારે આમાં માત્ર બે એમએમનો ચીરો મારવામાં આવે છે. જેમાં રિક્વરી પણ સારી હોય છે. તે માઇનસ ૧૦ સુધીના ચશ્માને ઉતારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે વિજનની રિક્વરી પણ ઝડપી હોય છે. તેમાં સિંગલ લેજર મારફતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ઓપરેશન બાદ લેજિકમાં ચીરો મોટો હોવાના કારણે આંખમાં ડ્રાઇનેસ કમ થઇ જાય છે. લેજિકની તુલનામાં આનો આઉટકમ શ્રેષ્ઠ રહે છે. જો કે તે લેજિકની તુલનામાં ખર્ચાલ રહે છે. તેમાં ૧.૩૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે. .આધુનિક સમયમાં મોટા ભાગે લોકોના નંબરના ચશ્મા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતીમાં નંબરને લઇને ચાહકો પરેશાન છે. નંબરને દુર કરવા માટે તમામ લોકો પ્રયાસ કરે છે. આને માટે જંગી નાણાં પણ ખર્ચ કરે છે. ચશ્માને દુર કરવા માટે જુદા જુદા ફિટનેસ ફંડા અપનાવવામાં આવે છે. આવી સ્થિતીમાં કેટલાક કેસમાં સફળતા પણ મળે છે. સવારમાં જુદી જુદી કસરત પણ કરવામા ંઆવે છે. આધુનિક સમયમાં મેડિકલ ક્ષેત્રમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે. આઇ અથવા તો આંખના ક્ષેત્રમાં પણ હવે નવી નવી ટેકનોલોજી આવી રહી છે. જે અસરકારક સાબિત થઇ છે. ચશ્માને લઇને યુવા પેઢી સાથે જોડાયેલા કેટલાક લોકો તો મુશ્કેલી અને શરમ અનુભવ કરે છે. ચશ્મા હોવા છતાં ચશ્મા પહેરતા નથી. જો કે નિષ્ણાંતો કહે છે કે જો કોઇને ચશ્મા છે તો ચોક્કસપણે પહેરવા જોઇએ. કારણ કે ચશ્મા પહેરવાથી રાહત મળે છે. નંબર હોવા છતાં ચશ્મા ન પહેરવાના કારણે કેટલીક તકલીફ થાયછે. જેમાં ચક્કર આવવા અને માથામાં દુખાવા જેવી બાબતનો સમાવેશ થાય છે. આ બાબતને લઇને કેટલાક અભ્યાસના તારણ પણ જારી કરવાાં આવી ચુક્યા છે. જે સાબિત કરે છે કે ચશ્મા જો છે તો પહેરવા જોઇએ. હવે તો નવી નવી ટેકનોલોજી રહેલીછે. જેની મદદથી ચશ્માનો ઉપયોગ ટાળવા માટેના પ્રયાસ કરી શકાય છે. જો કે નિષ્ણાંત તબીબો અને સંબંધિતોની મદદ પહેલા લેવી જોઇએ. બોલિવુડની અનેક હસ્તીઓ નવી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચશ્મા દુર કરી ચુકી છે. ક્રિકેટર અનિલ કુમ્બેલ પણ આના માટેના દાખલા તરીકે છે. અન્યો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here