ધ બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેંકની ચૂંટણી તા.૧૦ અને બરોડા ડેરીની ૨૮ ડિસેમ્બરે યોજાશે

0
33
Share
Share

વડોદરા,તા.૧૧
જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી તા.૧૦ ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી તા.૨૮ ડિસેમ્બરના રોજ યોજાશે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપા પ્રેરીત પેનલના ૫ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ઉલ્લેખનિય છે કે, ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી ગત તા.૨૭ ઓક્ટોબરે અને બરોડા ડેરીની ચૂંટણી તા.૫ નવેમ્બરના રોજ યોજાનાર હતી. પરંતુ, વડોદરા જિલ્લાના કરજણ સહિત ગુજરાતની ૮ વિધાનસભા પેટાચૂંટણીઓ જાહેર થતાં, સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી.
હવે આગામી તા.૧૦ ડિસેમ્બરના રોજ ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક અને બરોડા ડેરીની ચૂંટણી તા.૨૮ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આજે બંને ચૂંટણી માટેનું ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવતા જિલ્લા સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. ભાજપા પ્રેરીત પેનલ દ્વારા ઉમેદવારી પત્રો પણ ભરી દેવામાં આવ્યા હતા.
હવે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પુનઃ શરૂ થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.૨૪-૧૧-૦૨૦ થી તા.૨૭-૧૧-૦૨૦ બપોરે ૩ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તા. ૧૦-૧૨-૦૨૦ના રોજ વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ. રૂપમ ટોકીઝ, હરણી રોડ ખાતે સવારે ૯ થી બપોરે ૩ કલાક મતદાન થશે. અને તા.૧૧-૧૨-૦૨૦ના રોજ મતગણતરી હાથ ધરાશે. ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ.ની ચૂંટણીમાં બેંકના વર્તમાન સભ્ય અને બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી સહિત ૫ સભ્યો બિનહરીફ જાહેર થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here