મુંબઈ,તા.૧૨
ટીવી પર પ્રસારીત સૌથી લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ એ પ્રેક્ષકોનો સૌથી પ્રિય કોમેડી શો છે. દર અઠવાડિયે ઘણા ફિલ્મ સ્ટાર્સ શોની મુલાકાત લે છે અને કપિલ શર્મા સાથે ખૂબ મસ્તી કરે છે. તાજેતરમાં આ શોમાં મહેમાન તરીકે અભિનેતા અજય દેવગણ અને અભિષેક બચ્ચન આવ્યા હતા. અહીં બંનેએ જબરદસ્ત મસ્તી કરી. અજય દેવગને કપિલ શર્માને એવા પ્રશ્નો પૂછ્યા કે બધાની મસ્તી કરતા કપિલ શર્માની બોલતી જ બંધ થઇ ગઇ હતી. શોમાં અજય દેવગણ અને અભિષેક બચ્ચન કપિલ શર્મા અને અર્ના પૂરણ સિંહ સાથે મસ્તી કરી હતી. ઘણી વાર્તાઓ પણ વર્ણવવામાં આવી હતી.
આવી સ્થિતિમાં આ બંને કલાકારોએ કપિલ શર્માની મસ્તી કરી હતી. અજયે કપિલ શર્માને તેની પત્ની વિશે એવા સવાલ કર્યા કે કપિલ શર્મા તેનો જવાબ આપી શક્યા નહીં અને તેણે જ મુદ્દો બદલવાનું કહ્યું. કપિલ શર્મા શોમાં ઘણા દિગ્ગજ કલાકારો તેમની ફિલ્મ્સના પ્રમોશન માટે આવે છે. સેત પર કપિલ તેના અનોખા અંદાજથી દર્શકોના દિલ જીતી લે છે. આ શોમાં કપિલ શર્મા અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કરી મસ્તી કરતો હોય છે. અજયે આ જ વાતને લઇને કપિલની બરાબરન મસ્તી કરી હતી. અજય દેવગને કપિલને કહ્યુ કે લોકો કહે છે કે અમને કપિલનું ફ્લર્ટિંગ બહુ ગમે છે’.
આટલું બોલીને અજય કપિલ તરફ જુએ છે. ત્યારે કપિલ કહે છે, “હા, લોકોને મારૂ ફ્લર્ટિંગ કરવુ ખૂબ જ ગમે છે.” કપિલની વાત સાંભળીને અજય કહે છે, ‘અને તારી પત્ની?’ અજયની વાત સાંભળ્યા પછી કપિલ ચુપ થઇ જાય છે અને થોડો સમય રોકાઈ ગયા પછી તે કહે છે, ‘આપણે હવે વિષય બદલવો જોઈએ’ કપિલની વાત સાંભળ્યા પછી ત્યાં હાજર રહેલા તમામ દર્શકો હસી પડે છે.